જામનગરના જોડિયાથી જાંબુડા પાટિયા રોડ પર ભારે વાહનોની અવરજવર પર મુકાયો પ્રતિબંધ- Video
જામનગરના જોડિયા પાટિયા રોડ પર આવેલ 5 બ્રિજ જર્જરીત હાલતમાં હોવાથી હાલ આ રોડને ભારે વાહનોની એન્ટ્રી માટે બંધ કરવામાં આવ્યો છે. હાલ જર્જરિત બ્રિજનું નિર્માણકાર્ય ચાલતુ હોવાથી અવરજવર માટે બંધ કરવામાં આવ્યો છે.
જામનગર જિલ્લાના જોડિયા અને જાંબુડા વચ્ચેના રોડ પર આવેલા પાંચ પુલો જર્જરીત હાલતમાં હોવાથી ભારે વાહનો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ પુલોનું નિર્માણ કાર્ય ચાલુ હોવાથી અને સુરક્ષાના કારણોસર કલેક્ટરે આ નિર્ણય લીધો છે. જાહેરનામા મુજબ, ભારે, અતિભારે અને તેનાથી પણ મોટા વાહનો માટે આ રસ્તો અત્યારે પ્રતિબંધિત છે. આ રોડ પરના 66 જેટલા સ્ટ્રક્ચરોનું નવીનીકરણ અને 6 મીટર પહોળા રોડને 10 મીટર પહોળો કરવાનું કામ પણ ચાલી રહ્યું છે. ભારે વાહન ચાલકોને વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવા સૂચના આપવામાં આવી છે.
જોડીયા-જાંબુડા પાટિયા રોડ પર આવેલા પાંચ મેજર બ્રિજના બાંધકામ જૂના હોવાથી અને મોટાભાગના સ્ટ્રક્ચર તોડીને નવા બનાવવાની કામગીરી મંજૂર થયેલી હોવાથી, હાલની સ્થિતિમાં આ બ્રિજ પરથી ભારે વાહનોની અવરજવર પર કલેક્ટરે પ્રતિબંધ મુક્યો છે.