આજનું હવામાન : ગુજરાતમાં ગાજવીજ અને ભારે પવન સાથે અતિભારે વરસાદની આગાહી, જુઓ Video
હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં વરસાદી માહોલ રહેશે. ગુજરાતમાં 5 જુલાઈથી 10 જુલાઈ સુધી વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે. ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની શક્યતા છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં વરસાદી માહોલ રહેશે. ગુજરાતમાં 5 જુલાઈથી 10 જુલાઈ સુધી વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે. ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની શક્યતા છે. આગામી ત્રણ દિવસ ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય થતા ભારે વરસાદના એંધાણ કરવામાં આવ્યા છે. ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે. સૌરાષ્ટ્ર, કચ્છના વિસ્તારોમાં પણ અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી છે.
અંબાલાલ પટેલે ભારે વરસાદની આગાહી કરી
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી અનુસાર આજે રાજ્યમાં વરસાદી માહોલ છે. અંબાલાલ પટેલની આગાહી અનુસાર પાટણ, સમી,હારીજમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જ્યારે ઉત્તર ગુજરાતના કેટલાંક વિસ્તારો જળમગ્ન થઈ જશે. આ તરફ કચ્છ, પંચમહાલ, મધ્ય ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી કરી છે.
ગુજરાતમાં 7 જુલાઇથી 12 જુલાઇ સુધી રાજ્યમાં ધોધમાર વરસાદ પડશે. અંબાલાલ પટેલની આગાહી અનુસાર અનેક વિસ્તારોમાં 8 થી 10 ઈંચ વરસાદ ખાબકશે. એટલું જ નહીં ઉત્તર ગુજરાતના અનેક ભાગો જળમગ્ન થવાની સાથે દક્ષિણ ગુજરાતમાં પણ મેઘરાજા ભૂક્કા કાઢશે. જોકે 18 જુલાઈ બાદ રાજ્યમાં વરસાદનું જોર ઘટવાની શક્યતાઓ સેવાઇ રહી છે.