Rajkot Rain : જેતપુરમાં વીજળીના કડાકા-ભડાકા સાથે વરસ્યો ધોધમાર વરસાદ, રસ્તાઓ પાણીમાં ગરકાવ, જુઓ Video
હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજકોટના જેતપુરમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. વીજળીના કડાકા અને ભડાકા સાથે જેતપુરમાં જાણે કે વરસાદ મન મૂકીને તૂટી પડ્યો.તો ભારે પવનને પગલે વાવાઝોડા જેવા દ્રશ્યો પણ સર્જાયા હતા. જેતપુરના મેવાસા,ખીરસરા,વીરપુર સહિતના ગામોમાં મુશળધાર વરસાદ ખાબક્યો છે.

જેતપુરમાં જણસી પલળી !
ભારે વરસાદના કારણે રસ્તાઓ જળમગ્ન બન્યા છે. તો અણધારી આફતને પગલે ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું છે. અચાનક પડેલા ભારે વરસાદને પગલે માર્કેટિંગ યાર્ડમાં મૂકાયેલી જણસી વરસાદી પાણીમાં પલળી ગઇ છે. તો યાર્ડમાં ખુલ્લા રહેલો લાલ મરચાનો જથ્થો પણ પલળી ગયો છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 5 દિવસ સમગ્ર સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ ખાબકી શકે છે.
ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી
રાજ્યમાં આગામી 5 દિવસ છૂટાછવાયા વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. રાજ્યમાં પ્રિ-મોન્સૂન એક્ટિવીટ શરૂ થઇ ચૂકી છે. જેના પગલે હવામાન વિભાગે આગામી 2 દિવસ માટે રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા સેવી છે. જોકે 22 મે બાદ રાજ્યમાં વરસાદનું જોર વધશે.