અંબાજીમાં રાત્રી દરમિયાન વરસાદનો બીજો રાઉન્ડ વરસ્યો, અનેક સ્થળે માર્ગો પર પાણી ભરાયા
બનાસકાંઠા જિલ્લામાં પણ ધોધમાર વરસાદ નોંધાયો હતો. મોડી રાત્રે ફરીથી વરસાદ બનાસકાંઠા જિલ્લામાં અનેક વિસ્તારોમાં નોંધાયો હતો. અંબાજીમાં મોડી રાત્રે ફરીથી વરસાદી માહોલ જામ્યો હતો. રવિવારે ધોધમાર વરસાદ વરસવાને લઈ અંબાજી સહિત બનાસકાંઠા જિલ્લામાં અનેક વિસ્તારોમાં માર્ગો પર પાણી ભરાઈ જવા પામ્યા હતા.
બનાસકાંઠા જિલ્લામાં રવિવારે કમોસમી ભારે વરસાદ નોંધાયો હતો. પવન અને ગાજવીજ સાથે અનેક વિસ્તારોમાં કરા સાથે વરસાદ વરસ્યો હતો. પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ નોંધાયો હતો. અંબાજી અને આસપાસના વિસ્તારમાં વરસાદી માહોલ રવિવારે જામ્યો હતો. દિવસે વરસેલા વરસાદને લઈ અંબાજીના માર્ગો પર પાણી ભરાયા હતા. અંબાજી ઉપરાંત જિલ્લામાં અનેક વિસ્તારોમાં માર્ગો પર પાણી ભરાઈ જવા પામ્યા હતા.
આ પણ વાંચોઃ વીજળી પડવાની 4 ઘટના નોંધાઈ, ઈડરમાં મહિલાનુ મૃત્યુ, મોડાસામાં 16 પશુના મોત
અંબાજીમાં મોડી રાત્રી દરમિયાન ફરીથી વરસાદનો બીજો રાઉન્ડ શરુ થયો હતો. આગાહી મુજબ જ અંબાજી અને આસપાસના વિસ્તારમાં વરસાદ મોડી રાત્રે વરસ્યો હતો. હવામાન વિભાગે રાત્રીના ત્રણ કલાક વરસાદની આગાહી ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓને માટે કરી હતી. જેમાં બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા અને અરવલ્લીનો સમાવેશ થતો હતો હતો.