અમદાવાદમાં તુટી પડ્યો વરસાદ, ભર બપોરે સર્જાયા સમી સાંજ જેવા દ્રશ્યો, જુઓ વીડિયો

અમદાવાદમાં તુટી પડ્યો વરસાદ, ભર બપોરે સર્જાયા સમી સાંજ જેવા દ્રશ્યો, જુઓ વીડિયો

Ronak Varma
| Edited By: | Updated on: Aug 26, 2024 | 4:24 PM

ચોમેરથી ઉમટી આવેલા કાળા ડિબાંગ વાદળોને કારણે, અમદાવાદમાં  ભર બપોરના સમયે, સમી સાંજ જેવા દ્રશ્યો સર્જાયા હતા. વરસાદી વાતાવરણને પગલે, સમગ્ર શહેરમાં વિજિબિલીટી ખુબ જ ઓછી થઈ ગઈ હતી. 

પૂર્વ રાજસ્થાનથી લઈને પશ્ચિમ મધ્ય પ્રદેશ સુધીના વિસ્તારોમાં સર્જાયેલ ડિપ ડિપ્રેશનની અસર હેઠળ અમદાવાદમાં આજે બપોરના સમયે વરસાદ તુટી પડ્યો હતો. ચોમેરથી ઉમટી આવેલા કાળા ડિબાંગ વાદળોને કારણે, અમદાવાદમાં  ભર બપોરના સમયે, સમી સાંજ જેવા દ્રશ્યો સર્જાયા હતા. વરસાદી વાતાવરણને પગલે, સમગ્ર શહેરમાં વિજિબિલીટી ખુબ જ ઓછી થઈ ગઈ હતી.

અમદાવાદ શહેરમાં ગઈકાલે રાત્રીના વરસેલા ભારે વરસાદ બાદ, આજે સોમવારે સવારથી જ સમયાંતરે વરસાદ વરસ્યો હતો. જો કે બપોર થતા જ ચારે બાજુથી કાળા ડિબાંગ વાદળો શહેરના માથે ઉમટી આવ્યા હતા અને એકાએક ભારે વરસાદ તુટી પડ્યો હતો. બપોરના સમયે વરસેલા અતિભારે વરસાદને પગલે, શહેરના નીચાણવાળા અનેક વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કંટ્રોલ રુમમાં વરસાદી પાણી ભરાયાની ફરિયાદો મળવાની શરૂઆત થઈ હતી. શહેરના પોશ ગણાતા વિસ્તારોમાં પણ પાણી ભરાઈ જવા પામ્યા હતા. જો કે, અમદાવાદમાં બપોરના સમયે વરસેલા ધોધમાર વરસાદને પગલે, સાબરમતી નદી પરના વાસણા બેરેજના દરવાજા ખોલીને શહેરમાં ભરાયેલ વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા કરવામા આવી હતી.

 

 

 

Published on: Aug 26, 2024 04:22 PM
g clip-path="url(#clip0_868_265)">