આજનું હવામાન : ખંભાતના અખાત પાસે વેલમાર્ક લો પ્રેશર સક્રિય,સૌરાષ્ટ્ર અને કચ્છમાં મેઘરાજા ધડબડાટી બોલાવે તેવી આગાહી, જુઓ Video
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે કેટલાક વિસ્તારોમાં વરસાદની શક્યતા છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં આગામી 4 દિવસ ભારે વરસાદની સંભાવના છે. હાલમાં ખંભાતના અખાત પાસે વેલમાર્ક લો પ્રેશર સક્રિય છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે કેટલાક વિસ્તારોમાં વરસાદની શક્યતા છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં આગામી 4 દિવસ ભારે વરસાદની સંભાવના છે. હાલમાં ખંભાતના અખાત પાસે વેલમાર્ક લો પ્રેશર સક્રિય છે. જેના પગલે અનેક વિસ્તારોમાં વરસાદ પડવાની શક્યતા છે.
વેલમાર્ક લો પ્રેશરને કારણે સાત દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યના સમગ્ર દરિયાકાંઠે ત્રણ નંબરનું સિગ્નલ લગાવાયું છે. આગામી 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપી છે. બીજી તરફ આજે રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, કચ્છ, જામનગર, અમરેલી સહિતના જિલ્લાઓમાં વરસાદી માહોલ જોવા મળશે.
સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની આગાહી
બીજી તરફ હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહી અનુસાર સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. તેમજ જૂનાગઢ, જામનગર, પોરબંદરના ભાગોમાં પણ ધોધમાર વરસાદ પડે તેવી આગાહી કરવામાં આવી છે. તેમજ કચ્છના કેટલાક ભાગોમાં ભારે પવન સાથે વરસાદના એંધાણ વ્યક્ત કરવામાં આવ્યા છે. રાજ્યમાં 5 ઓક્ટોબર સુધી વરસાદની આગાહી કરી છે. ગુજરાતમાં વાદળછાયું અને માવઠાનું વાતાવરણ બને તેવી શક્યતા છે.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

