Rain Update: પાટણમાં ભારે પવન અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ, ચાણસ્મા, પાટણ, સરસ્વતી અને સિઘ્ઘપુર પંથકમાં મેઘમહેર

હવામાન વિભાગની (Meteorological Department) આગાહી અનુસાર પાટણ (Patan) જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ભારે પવન અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે. ચાણસ્મા, પાટણ, સરસ્વતી અને સિદ્ધપુર પંથકમાં વરસાદ વરસ્યો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 10, 2022 | 4:25 PM

હવામાન વિભાગે (Meteorological Department) ફરી ગુજરાતમાં (Gujarat) ભારે વરસાદ થવાની આગાહી કરી છે. હવામાન વિભાગે પાંચ દિવસ ગુજરાતમાં વરસાદી (Rain) માહોલ રહેવાની આગાહી કરી છે. હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ બંગાળની ખાડીમાં લોપ્રેશર સિસ્ટમ સક્રિય થયુ છે. જેના પગલે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. જે મુજબ ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. પાટણ જિલ્લામાં પણ આજે ધોધમાર વરસાદ ખાબક્યો છે. જેના કારણે પાટણના રસ્તાઓમાં પાણી ભરાઇ ગયા છે.

હવામાન વિભાગ આગાહી અનુસાર પાટણ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ભારે પવન અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે. ચાણસ્મા, પાટણ, સરસ્વતી અને સિદ્ધપુર પંથકમાં વરસાદ વરસ્યો છે. વરસાદના કારણે રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે. ભારે ઉકળાટ બાદ ધોધમાર વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક ટાઢક પ્રસરી છે.

આગાહી મુજબ વરસાદ

રાજ્યના અનેક જિલ્લાઓમાં છૂટા છવાયો વરસાદ પડ્યો છે. જેમાં ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ પડ્યો છે. અનેક જિલ્લાઓમાં તોફાની પવન સાથે વાતાવરણમાં પલટો જોવા મળ્યો. મધ્ય ગુજરાતના દાહોદમાં (Dahod) તેમજ આસપાસના ગ્રામ્ય પંથકમાં વરસાદ થતા ઉકળાટથી રાહત મળી હતી. જેમાં રાજકોટ, પોરબંદર, દ્વારકા, જામજોધપુર, વડોદરા, તાપી અને સુરતમાં વરસાદી ઝાપટા પડ્યા હતા.

ભારે વરસાદની આગાહી

રાજ્યમાં આગામી પાંચ દિવસ જોરદાર વરસાદી માહોલ જામશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. ગાજવીજ સાથે સમગ્ર ગુજરાતમાં અતિભારે વરસાદ પડી શકે છે. દક્ષિણ ગુજરાતમાં 13 તારીખે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. વલસાડ, નવસારી , દમણ, ડાંગ, નર્મદા અને ભરૂચમાં ભારે વરસાદ પડશે. જયારે ગાંધીનગર અને અમદાવાદમાં સામાન્ય વરસાદ પડવાની શકયતા છે. જો કે વરસાદનું જોર વધશે તો ભારે પવન ફૂંકાવાની શકયતા છે. બંગાળમાં લો પ્રેશરના કારણે ભારે વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે.

Follow Us:
ઉપરવાસમાં ભારે વરસાદના પગલે ધરોઈ ડેમ 85 ટકા ભરાયો
ઉપરવાસમાં ભારે વરસાદના પગલે ધરોઈ ડેમ 85 ટકા ભરાયો
બાળક રડ્યું તો સ્ટિયરિંગ પકડાવ્યું, જુઓ ટેમ્પો ટ્રાવેલરનો જોખમી વીડિયો
બાળક રડ્યું તો સ્ટિયરિંગ પકડાવ્યું, જુઓ ટેમ્પો ટ્રાવેલરનો જોખમી વીડિયો
ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમ 99.25 ટકા ભરાયો, 10 દરવાજા ખોલાયા
ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમ 99.25 ટકા ભરાયો, 10 દરવાજા ખોલાયા
ખંભાળિયાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ પવન સાથે ભારે વરસાદ ખાબક્યો
ખંભાળિયાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ પવન સાથે ભારે વરસાદ ખાબક્યો
છેલ્લા 24 કલાકમાં 186 તાલુકામાં મેઘરાજાએ બોલાવી ધડબડાટી
છેલ્લા 24 કલાકમાં 186 તાલુકામાં મેઘરાજાએ બોલાવી ધડબડાટી
અંબાલાલ પટેલે કેટલાક જિલ્લાઓમાં પવન સાથે ધોધમાર વરસાદની કરી આગાહી
અંબાલાલ પટેલે કેટલાક જિલ્લાઓમાં પવન સાથે ધોધમાર વરસાદની કરી આગાહી
આ 5 રાશિના જાતકોને આજે ધનલાભ થઈ શકે, જાણો અન્ય રાશિના જાતકોનો દિવસ
આ 5 રાશિના જાતકોને આજે ધનલાભ થઈ શકે, જાણો અન્ય રાશિના જાતકોનો દિવસ
અમદાવાદ કર્ણાવતી ક્લબ નજીક લૂંટાયો રૂપિયા લઇને જતો કોન્ટ્રાક્ટર
અમદાવાદ કર્ણાવતી ક્લબ નજીક લૂંટાયો રૂપિયા લઇને જતો કોન્ટ્રાક્ટર
Accident: દ્વારકાના બરડીયા નજીક ભયંકર અકસ્માત, 7 લોકોના મોત, 14 ઘાયલ
Accident: દ્વારકાના બરડીયા નજીક ભયંકર અકસ્માત, 7 લોકોના મોત, 14 ઘાયલ
સુરત જિલ્લામાં કોઝવે ઓવરટોપીંગના કારણે 7 રસ્તાઓ થયા ઠપ્પ
સુરત જિલ્લામાં કોઝવે ઓવરટોપીંગના કારણે 7 રસ્તાઓ થયા ઠપ્પ
g clip-path="url(#clip0_868_265)">