આજનું હવામાન : મેઘ તાંડવના એંધાણ ! અમદાવાદ સહિત ઉત્તર ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી, જુઓ Video
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળશે. ત્યારે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદ વરસે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળશે. ત્યારે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદ વરસે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. ઉત્તર ગુજરાત સહિત અમદાવાદમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે અમદાવાદમાં પણ ભારે વરસાદ ખાબકી શકે છે.
23 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ
ઉત્તર ગુજરાતમાં પણ ધોધમાર વરસાદ ખાબકે તેવી શક્યતા છે. મોડીરાત્રે ઉત્તર ગુજરાતમાં ધોધમાર વરસાદ પડી શકે છે. ત્યારે મોડીરાત્રે ઉત્તર ગુજરાતમાં મેઘ કહેર જોવા મળી શકે છે. રાજ્યના 23 જિલ્લાઓમાં હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ આપ્યું છે. આ ઉપરાંત 41થી 61 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય તેવી આગાહી કરવામાં આવી છે.
અંબાલાલ પટેલે કરી ભારે વરસાદની આગાહી
બીજી તરફ હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહી અનુસાર 31 ઓગસ્ટ સુધી રાજ્યમાં ભારે વરસાદ પડી શકે છે. હવામાન નિષ્ણાત અંબાલલા પટેલે ઉત્તર ગુજરાતમાં 2થી 4 ઈંચ વરસાદ વરસી શકે છે. જ્યારે મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદ સંભાવના છે. તો આગામી 5થી 10 સપ્ટેમ્બર વચ્ચે પણ હળવાથી ભારે વરસાદીની શક્યતા અંબાલાલે વ્યક્ત કરી છે.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

