મોંઘવારીનો ડબલ ડોઝ: ધોરાજીમાં લીંબુના ભાવે ફટકારી ‘સદી’, 100 થી સીધા 300 રૂપિયા પર પહોંચ્યા!
એક તરફ અંગ દઝાડતી ગરમી અને બીજી તરફ રસોડાનું બજેટ ખોરવતા શાકભાજીના ભાવ. ધોરાજી રિટેલ માર્કેટમાં લીંબુની કિંમત ગત મહિના કરતા ત્રણ ગણી વધી ગઈ છે. ગરમીના કારણે પાક બળી જતા આવક ઘટી છે, જેની સીધી અસર ગૃહિણીઓના ખિસ્સા પર પડી રહી છે.
કાળઝાળ ગરમીની અસર હવે સીધી રસોડા પર વર્તાઈ રહી છે. ઉનાળાની શરૂઆતમાં જ શાકભાજી અને ખાસ કરીને લીંબુના ભાવમાં જે રીતે ઉછાળો આવ્યો છે તેનાથી લોકો ત્રાહિમામ્ પોકારી ઉઠ્યા છે.
લીંબુના ભાવમાં ત્રણ ગણો ઉછાળો
ધોરાજી રિટેલ માર્કેટના આંકડા મુજબ, ગત મહિને જે લીંબુ 100 રૂપિયા પ્રતિ કિલો મળતા હતા, તેનો ભાવ હવે 300 રૂપિયા સુધી પહોંચી ગયો છે. લગ્નની મોસમ અને આકરી ગરમીમાં ઠંડા પીણા તેમજ શેરડીના રસમાં લીંબુનો વપરાશ વધ્યો છે, પરંતુ તેની સામે માર્કેટમાં આવક ખૂબ જ ઓછી હોવાથી ભાવ આસમાને પહોંચ્યા છે. વેપારીઓનું માનવું છે કે આગામી દિવસોમાં લીંબુ હજુ પણ મોંઘા થઈ શકે છે.
શાકભાજીના ભાવમાં 30 ટકાનો વધારો
માત્ર લીંબુ જ નહીં, પરંતુ ટામેટાથી લઈને તમામ લીલા શાકભાજીની કિંમતોમાં ગત મહિનાની સરખામણીએ 30 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે. ગરમીના કારણે ખેતીમાં પાક બળી રહ્યો છે, જેને લીધે ઉત્પાદન ઘટ્યું છે અને ખેડૂતોને પણ મોટું આર્થિક નુકસાન સહન કરવું પડી રહ્યું છે. બજારમાં પૂરતી આવક ન હોવાના કારણે ગૃહિણીઓનું બજેટ હવે ખોરવાઈ રહ્યું છે.
શું તમારી રાશિ પર પણ છે શનિની પનોતી? જાણો ક્યારે છે શનિ જયંતી અને કેવી રીતે આ 4 કાર્યો કરવાથી ચમકી ઉઠશે તમારું નસીબ!
વસ્તીગણતરીનુ કામ શાળાના સમયમાં નહીં કરવા DEOનો હુકમ, શિક્ષકોમાં રોષ
નાસીર નગર ડિમોલિશન વિવાદમાં SMC અધિકારી અને કોન્ટ્રાક્ટરની મીલીભગત !
કોઈ રસપ્રદ પ્રવૃત્તિમાં વ્યસ્ત રહો, માનસિક તણાવ ટાળો
અમદાવાદથી સોમનાથ જતી વંદે ભારત ટ્રેનનો રૂટ બદલાયો,રાજકોટ થઈને નહીં જાય
