કોરોનાના ખતરા વચ્ચે કોવિડ ટાસ્ક ફોર્સના સભ્યની અપીલ, 60થી વધુ વયના લોકોએ તાત્કાલિક બુસ્ટર ડોઝ લેવો જોઇએ
કોવિડ ટાસ્ક ફોર્સના (Covid Task Force) સભ્ય પાર્થિવ મહેતાએ TV9 સાથેની વાતચીતમાં જણાવ્યુ છે કે, રાજ્યમાં 60 વર્ષથી વધુ વયના 16.7 ટકા લોકોએ બુસ્ટર ડોઝ નથી લીધો. 60 વર્ષથી ઓછી વયના 67.9 ટકા લોકોએ બુસ્ટર ડોઝ નથી લીધો.
કોરોનાની લહેર પૂર્વે બુસ્ટર ડોઝ ન લેનાર માટે કોરોના ઘાતક બની શકે છે. ત્યારે કોરોનાના ખતરા વચ્ચે કોવિડ ટાસ્ક ફોર્સના સભ્ય પાર્થિવ મહેતાએ TV9 સાથેની વાતચીતમાં લોકોને બૂસ્ટર ડોઝ લેવા અપીલ કરી છે. તેમણે માહિતી આપી છે કે, ચીનની જેમ ભારતમાં કોરોનાની મોટી લહેરની શક્યતા નહિવત છે. તેમ છતા સાવચેતી રાખવી હિતાવહ છે. તેમણે જેમના ઘરમાં પ્રેગ્નન્ટ મહિલા, વૃદ્ધ હોય એવા યુવાઓએ પણ બુસ્ટર ડોઝ જલ્દી લેવા અપીલ કરી છે.
કોવિડ ટાસ્ક ફોર્સના સભ્ય પાર્થિવ મહેતાએ TV9 સાથેની વાતચીતમાં જણાવ્યુ છે કે, રાજ્યમાં 60 વર્ષથી વધુ વયના 16.7 ટકા લોકોએ બુસ્ટર ડોઝ નથી લીધો. 60 વર્ષથી ઓછી વયના 67.9 ટકા લોકોએ બુસ્ટર ડોઝ નથી લીધો. 60થી વધુ વયના લોકોએ તાત્કાલિક બુસ્ટર ડોઝ લેવા નિષ્ણાતોની અપીલ છે. જેમના ઘરમાં પ્રેગ્નન્ટ મહિલા, વૃદ્ધ હોય એવા યુવાઓએ પણ બુસ્ટર ડોઝ જલ્દી લેવા પણ પાર્થિવ મહેતાએ અપીલ કરી છે. તેમણે જણાવ્યુ કે આગામી એક મહિનો ગુજરાતમાં ખાસ તકેદારીની જરૂર છે. શિયાળામાં વાયરસ વધારે ફેલાતો હોવાથી તકેદારી રાખવી જોઇએ. પ્રિકોશન ડોઝ મેળવી લેવાથી કોરોના સામે રક્ષણ મળી શકે છે.
મહત્વનું છે કે, કોરોનાના સંભવિત ખતરાને પગલે રાજ્ય સરકાર સતર્ક બની છે. સંકટ સામે લડવા સરકારી હોસ્પિટલોને સજ્જ કરવામાં આવી છે. રાજ્યના કેટલાક શહેરોમાં આરોગ્ય વિભાગની સતર્કતા સાથે સજ્જતા જોવા મળી છે.
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
