AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સોખડા વિવાદ યથાવત : ગુણાતીત ચરણ સ્વામીના મોત મુદ્દે તપાસનો ધમધમાટ,વધુ 6 સ્વામીઓની પૂછપરછ

સોખડા વિવાદ યથાવત : ગુણાતીત ચરણ સ્વામીના મોત મુદ્દે તપાસનો ધમધમાટ,વધુ 6 સ્વામીઓની પૂછપરછ

TV9 Gujarati
| Edited By: | Updated on: May 02, 2022 | 10:13 AM
Share

વડોદરામાં (Vadodara) ગુણાતીત ચરણ સ્વામીના મોત મુદ્દે તપાસનો ધમધમાટ વધુ તેજ બનાવાયો છે.પોલીસે વધુ 6 સ્વામીઓની પૂછપરછ કરી તેમના નિવેદન નોંધ્યા છે.

વડોદરામાં (Vadodara) ગુણાતીત ચરણ સ્વામીના (Charan Swami death  case) મોત મુદ્દે તપાસનો ધમધમાટ વધુ તેજ બનાવાયો છે.પોલીસે (Vadodara Police) વધુ 6 સ્વામીઓની પૂછપરછ કરી તેમના નિવેદન નોંધ્યા છે. હાલ ગુણાતીત ચરણ સ્વામીના રૂમની આસપાસ રહેતાં સ્વામીની પૂછપરછ કરાઈ હતી. જેમાં પૂછપરછ દરમિયાન તમામ સ્વામીઓએ એક જ જવાબ આપ્યો હતો કે, સવારે સ્વામીઓના વ્હોટ્સએપ ગૃપમાં મેસેજ આવ્યો ત્યારે તેમને સ્વામીના મોત અંગે જાણ થઈ હતી. સ્વામીઓને ગુણાતીત ચરણ સ્વામીનું મોત કેવી રીતે થયું ? મોતની જાણ કેવી રીતે થઈ ? કેટલા વાગે થઈ તે અંગે પ્રશ્ન પુછવામાં આવ્યા હતા.

આપઘાત કર્યો હોવાના ખુલાસા બાદ પોલીસે તપાસ તેજ

તમને જણાવવું રહ્યું કે, વડોદરાના સોખડા હરિધામમાં (Sokhda Haridham) સ્વામી ગુણાતીત ચરણે આપઘાત કર્યો હોવાના ખુલાસા બાદ પોલીસે તપાસ તેજ કરી દીધી છે. ગુણાતીત સ્વામીએ કયા કારણોસર આપઘાત કર્યો તેની તપાસ કરવા પોલીસે અલગ-અલગ ટીમો બનાવી છે. પોલીસ તપાસમાં પ્રભુપ્રિય સ્વામીએ જ્ઞાનસ્વરૂપ સ્વામીની મદદથી ગુણાતીત સ્વામીનો લટકતો મૃતદેહ નીચે ઉતાર્યો હોવાનું સામે આવ્યું છે. જેથી હાલ પોલીસે જ્ઞાન સ્વરૂપ સ્વામી અને પ્રભુ પ્રિય સ્વામીના નિવેદન નોંધ્યા છે અને પંચોની રૂબરૂમાં બંને પાસે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન (Reconstruction) કરાવવામાં આવી રહ્યું છે.

 

આ પણ વાંચો : પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવના ઉપક્રમે યોજાયું વિરલ પારિવારિક શાંતિ અભિયાન, 72 હજારથીવધુ સ્વયંસેવકો જોડાયા

Published on: May 02, 2022 09:59 AM
g clip-path="url(#clip0_868_265)">