Gujarati Video: અમદાવાદમાં ભારે વરસાદ અને પવન વચ્ચે થયું હોલિકા દહન, જુઓ Video

આજે હોળી પ્રાગ્ટયના સમયે અમદાવાદમાં પણ ભારે પવન ફૂંકાયા બાદ વરસાદ પડ્યો હતો. વરસાદ પહેલા વિવિધ વિસ્તારમાં ઘૂળની ડમરીઓ ઉડી હતી અને ત્યારબાદ વરસાદ વરસ્યો હતો.

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 06, 2023 | 10:28 PM

રાજયના હવામાનમાં ભારે પલટો આવ્યો હતો, તેની અસર સાંજ પછી અમદાવાદમાં પણ જોવા મળી હતી. આજે હોળીના તહેવારમાં સાંજથી પવન ફૂંકાતા ધુળની ડમરી ઉડી હતી અને ત્યાર બાદ વિવિધ વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. જોકે આજે હોળીનો તહેવાર હોવાથી સંધ્યાકાળે હોળી પ્રાગ્ટય પણ કરવામાં આવ્યું હતું.

જોકે આવા સમયે વરસાદ પણ વરસ્યો હતો અને લોકો મુશ્કેલીમાં મૂકાયા હતા. જોકે તેમ છતાં લોકોએ વરસાદ વચ્ચે પણ  આસ્થાભેર પૂજન કર્યું હતું. શહેરમાં જોધપુર, સેટેલાઈટ, શાહીબાગ, ગોતા અને બોપલ સહિતના વિસ્તારમાં વરસાદ થયો હતો. જોકે ભારે વરસાદ વચ્ચે પણ  હોલિકાદહન થયું હતું.

ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો છે ત્યારે આજે હોળી પ્રાગ્ટયના સમયે અમદાવાદમાં પણ ભારે પવન ફૂંકાયા બાદ વરસાદ પડ્યો હતો. વરસાદ પહેલા વિવિધ વિસ્તારમાં ઘૂળની ડમરીઓ ઉડી હતી અને ત્યાર બાદ વરસાદ વરસ્યો હતો. શહેરના બોપલ, વેજલપુર, જોધપુર, વાસણા સહિતના વિસ્તારમાં વરસાદ થયો હતો અને પવન ફૂંકાયો હતો.

ગુજરાતમાં ઠેર ઠેર થયું  હોળીકા દહન

ગુજરાતમાં વરસાદી ઝાપટાઓ વચ્ચે હોળી પર્વની રંગેચંગે ઉજવણી કરવામાં આવી. સુરતમાં ગાયના છાણમાંથી 60 ટન ગૌ-કાષ્ટની હોળીનું પ્રાગ્ટ્ય કરવામાં આવ્યું હતું.  હોલિકા દહન સમયે લાકડાની જગ્યાએ વૈદિક હોળી ઉજવવામાં આવી.પાંજરાપોળમાં રહેતી 10 હજાર જેટલી ગાયના છાણમાંથી 60 હજાર કિલો ગૌ-કાસ્ટ ખાસ મશીનથી તૈયાર કરાયું હતું. તો અમદાવાદ અને વડોદરામાં શ્રદ્ધાળુઓએ હોળીની પરંપરાગત પદ્ધતિથી પૂજા-અર્ચના કરી હતી. રાજકોટના પ્રાચીન પંચનાથ મંદિરમાં વરસાદી છાંટા વચ્ચે હોલિકા દહન કરાયું હતું. અહીં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ હોળીના દર્શન કર્યા હતા.

અમરેલીમાં ઉનાળામાં નદીમાં આવ્યા પૂર

ગુજરાતના વાતાવરણમાં છેલ્લા ત્રણ દિવસથી પલટો આવ્યો છે ત્યારે અમરેલી જિલ્લામાં સતત 3 દિવસથી થઈ રહેલા વરસાદને પગલે બોરડી ગામની શેત્રુંજી નદીમાં પાણી આવ્યું હતું. શેત્રુંજી નદીમાં પાણી આવતા ગ્રામજનો એકઠા થઈ ગયા હતા. અમરેલી જિલ્લાના અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદ થયો છે.

Follow Us:
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
g clip-path="url(#clip0_868_265)">