Monsoon 2023: રાજ્યના 70 તાલુકામાં નોંધપાત્ર વરસાદ, સાબરકાંઠાના ઈડરમાં 5 ઈંચ વરસાદ વરસ્યો, જુઓ Video
રાજ્યમાં ઠેર ઠેર વરસાદી માહોલ છ્વાયો છે. 70 તાલુકામાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે. હજુ આગામી 24 કલાક ભારે વરસાદની શક્યતાઑ છે. ઉ.ગુ.માં ભારેથી અતિભારે વરસાદની શકયતા વ્યક્ત કરાઇ છે.
રાજ્યમાં સતત વરસાદી માહોલને (Rainy weather)કારણે ઠેર ઠેર પાણી ફરી વળ્યા છે. મહત્વનું છે કે રાજયના 70 તાલુકામાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ સાબરકાંઠાના તલોદમાં સાડા પાંચ ઈંચ જોકે સાબરકાંઠાના ઈડરમાં પણ 5 ઈંચ વરસાદ વરસ્યો છે. અરવલ્લી, વિસગનર, ધનસુરા, મહેસાણામાં 4 ઈંચ વરસાદ થયો છે. બનાસકાંઠાના દાંતા અને પ્રાંતિજમાં 4 ઈંચ વરસાદ નોંધાયો છે. મહીસાગરમાં પણ 3 ઈંચ વરસાદ વરસ્યો છે. અરવલ્લીમાં સાડા ત્રણ ઈંચ અને જૂનાગઢમાં વિસાવદરમાં 3 ઈંચ વરસાદ, સુરતમાં 2 ઈંચ, દાહોદમાં 2 ઈંચ તાપીમાં 2 ઈંચ વરસાદ નોંધાયો છે.
આ પણ વાંચો : પ્રેમલગ્નનો કરુણ અંજામ, વધુ એક ગર્ભવતી પરિણીતાએ કર્યો આપઘાત, પોલીસે માતા પુત્ર વિરુદ્ધ દુષપ્રેરણાનો ગુનો નોંધ્યો
ગાંધીનગર, ડાંગ અને નવસારીમાં 2 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. દાહોદ,પાટણ અને તાપીમાં અડધો ઈંચ વરસાદ થયો છે. આગામી રાજ્યમાં આગામી 24 કલાકમાં ભારે વરસાદની શકયતા છે. ઉત્તર ગુજરાતના અમુક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણામાં ભારે વરસાદ પડશે. આવતીકાલે સૌરાષ્ટ્ર કચ્છમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે.
હવામાન અને ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો