Gujarati Video: વડોદરામાં રામનવમીની શોભાયાત્રામાં પથ્થરમારાની ઘટનાના ગાંધીનગર સુધી પડઘા પડ્યા, મોડી રાત સુધી ચાલ્યો બેઠકનો ધમધમાટ

Vadodara: વડોદરામાં રામનવમીએ શોભાયાત્રામાં થયેલા પથ્થરમારાની ઘટનાના પડઘા ગાંધીનગર સુધી પડ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મોડી રાત સુધી બેઠકોનો ધમધમાટ ચાલ્યો હતો.

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 31, 2023 | 4:54 PM

વડોદરામાં રામનવમીના દિવસે નીકળેલી શોભાયાત્રામાં અલગ અલગ બે સ્થળોએ પથ્થરમારાની ઘટના સામે આવી હતી. જેમા ફતેપુરામાં બજરંગદળ દ્વારા નીકળેલી શોભાયાત્રામાં ફતેપુરા પાંજરીગર મહોલ્લા પાસે પહોંચી ત્યારે કેટલાક તોફાની ઈસમોએ પથ્થરો ફેંક્યા હતા. ત્યારબાજ સાંજના સમયે ફતેપુરાના કુંભારવાડા વિસ્તારમાંથી નીકળતી શોભાયાત્રા પર પણ હુમલો કરવામાં આવ્યો હતો. આ સમયે પોલીસે પરિસ્થિતિ પર કાબુ કરવા અને ટોળાને ટોળાને વિખેરવા લાઠીચાર્જ કર્યો હતો. આ બંને ઘટનાના ગાંધીનગર સુધી ઘેરા પડઘા પડ્યા છે.

24 કલાકમાં ઘટનાનો અહેવાલ રજૂ કરવા ગૃહ વિભાગને આદેશ

ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મોડી રાત સુધી બેઠકોનો દૌર ચાલ્યો હતો. સમગ્ર ઘટનાનો 24 કલાકમાં અહેવાલ રજૂ કરવા માટે ગૃહ વિભાગને આદેશ કરાયો છે અને જવાબદારો સામે તાત્કાલિક અસરથી કડક પગલા લેવા મુખ્યમંત્રીએ આદેશ કર્યો છે. ઘટના બાદ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વડોદરા પોલીસ કમિશનર સાથે વાત કરી હતી અને સ્થિતિને કડક હાથે કાબુમાં લેવા સૂચના આપી હતી. પથ્થરમારો કરનારા ઈસમો સામે કડક હાથે પગલા લેવા પણ આદેશ કર્યો હતો.

આ પણ વાંચો: Breaking News : વડોદરામાં રામનવમીની શોભાયાત્રામાં ફરી વાર પથ્થરમારો, પોલીસે લાઠીચાર્જ કર્યો, જુઓ Video

શાંતિ ડહોળનારા તત્વો સામે સરકાર ગંભીરતાથી એક્શન લે છે-ઋષિકેશ પટેલ

આ સમગ્ર મામલે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યુ કે ગુજરાતની શાંતિ ડહોળનારા તત્વોને ગુજરાત ક્યારેય નહીં સ્વીકારે. આવી કોઈપણ ઘટનામાં સરકાર ગંભીરતાથી એક્શન લે છે. આ સમગ્ર ઘટના પાછળ મૂળ એપીસેન્ટર ક્યુ હતુ ઘટના પાછળ કોનો હાથ હતો, આ કોન્સ્પીરેસી હતો તો તે કેટલા સમયથી ચાલતી હતી તે બાબતે તપાસ શરૂ કરી દેવાઈ છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Follow Us:
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
g clip-path="url(#clip0_868_265)">