Gujarati Video: ભીંતચિત્રો વિવાદ મુદ્દે હાલ સમાધાન પર કોઈ ચર્ચા નહીં, બેઠક બાદ જ લેવાશે નિર્ણય- રામેશ્વર બાપુ હરિયાણી

Botad: ભીંતચિત્રો વિવાદ મુદ્દે સમાધાનની હાલ કોઈ ચર્ચા નથી. આવુ કહ્યુ છે રામેશ્વર બાપુ હરિયાણીએ. તેમણે જણાવ્યુ કે સ્વામીનારાયણ સંપ્રદાય દ્વારા સમગ્ર વિવાદ પર હજુ સુધી કોઈ જ સમાધાનકારી પ્રત્યુતર આવ્યો નથી અને અમારી બેઠક બે દિવસ અગાઉ જ જાહેર થઈ ગઈ છે. જેમા 20 જેટલા ઠરાવો પર નિર્ણય લેવામાં આવશે. ભીંતચિત્રો સહિત હિંદુ ધર્મના અપમાનના અનેક વિવાદ મુદ્દે વસંત પટેલ કાયદાકીય લડત આપશે તેમા કોઈ સમાધાન નહીં થાય.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 03, 2023 | 11:45 PM

Botad: સાળંગપુરના વિવાદ મામલે સ્વામીનારાયણના સંતોએ પત્રકાર પરિષદ યોજી જાણકારી આપી કે સમાધાનની દિશામાં નિર્ણય લેવામાં આવશે. પરંતુ બીજી તરફ મંગળવારે લીંબડીમાં મળનારી સૌરાષ્ટ્ર નિમ્બાર્ક પીઠ ખાતે સંતોની મહત્વની બેઠક મળવાની છે. આ બેઠક પહેલા સંતો સમાધાન માટે તૈયાર નથી તેવી માહિતી મળી રહી છે. બેઠકમાં નિર્ણય લીધા બાદ સંતોની રણનીતિ જાહેર કરવામાં આવશે. ડૉ વસંત પટેલ કાયદાકીય લડત માટે તૈયાર છે. તેવી પણ જાણકારી મળી રહી છે.

અંદાજીત 20 જેટલા ઠરાવો પર નિર્ણય લેવામાં આવશે -રામેશ્વર બાપુ હરિયાણી

રામેશ્વર બાપુએ જાણકારી આપતા જણાવ્યુ કે છેલ્લા ઘણા સમયથી આ વિવાદ ચાલે છે પરંતુ સ્વામીનારાયણ સંપ્રદાય દ્વારા કોઈ જ પ્રકારનો પ્રત્યુતર આવ્યો નથી. આથી થોડીવારમાં સમાધાનની કોઈ જ શક્યતા નથી. આ બેઠક બે દિવસ પહેલા જ જાહેર થઈ ગઈ છે. જ્યાં સુધી સનાતન ધર્મના સંતો એક મંચ પર નહીં આવે અને એમા ઠરાવો મુદ્દાઓ પર ગહન ચર્ચા વિચારણા કરવામાં આવશે અને ચર્ચા વિચારણા બાદ નક્કી કરાશે. જો કે રામેશ્વર બાપુએ સ્પષ્ટ જણાવ્યુ કે આ વિવાદ મુદ્દે હાલ તો સમાધાનની કોઈ ચર્ચા જ નથી

આ પણ વાંચો: Gujarati Video: સાળંગપુરમાં સ્વામિનારાયણના સંતોની ત્રણ કલાક સુધી ચાલેલી બેઠક કોઈપણ સમાધાન વિના પૂર્ણ , ઉકેલ માટે સંત સમિતિની કરાઇ રચના

રામેશ્વર બાપુએ જણાવ્યુ કે પહેલા તો અમારી દરેક માગણીઓને ધ્યાનમાં લેવાય. અને આ સમગ્ર વિવાદી ભીંતચિત્રો સહિતના મુદ્દે વસંત પટેલ કાયદાકીય લડત લડવાના છે. માત્ર ભીંતચિત્રો હટી જાય તે માત્ર મુદ્દો નથી. આ બધુ પુસ્તકોમાં પણ છપાયુ છે. આથી હમણાં સમાધાનના કોઈ જ એંધાણ નથી.

 બોટાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">