World Cup 2023: ભારત પાકિસ્તાન મેચની ટિકિટો માટે જબરદસ્ત ધસારો, ગણતરીની મિનિટોમાં જ પ્રથમ સ્લોટ વેચાઈ ગયો
ભારત અને પાકિસ્તાન વચ્ચે વિશ્વકપ 2023 ની મેચ અમદાવાદમાં રમાનારી છે. આગામી 14 ઓક્ટોબરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડીયમમાં બંને ટીમો વચ્ચે જામનારી ટક્કર માણવા માટે ક્રિકેટ રસિયાઓ વિશ્વ કપનો કાર્યક્રમ જાહેર થયો ત્યારથી ટિકિટ ખરિદવા માટે રાહ જોઈ રહ્યા હતા. હવે જ્યારે 3 સ્પ્ટેમ્બરથી ટિકિટનુ ઓનલાઈન વેચાણ શરુ થઈ છે, ત્યારે ખૂબ જ ધસારો જોવા મળ્યો છે.
ભારત અને પાકિસ્તાન વચ્ચે વિશ્વકપ 2023 ની મેચ અમદાવાદમાં રમાનારી છે. આગામી 14 ઓક્ટોબરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડીયમમાં બંને ટીમો વચ્ચે જામનારી ટક્કર માણવા માટે ક્રિકેટ રસિયાઓ વિશ્વ કપનો કાર્યક્રમ જાહેર થયો ત્યારથી ટિકિટ ખરિદવા માટે રાહ જોઈ રહ્યા હતા. હવે જ્યારે 3 સ્પ્ટેમ્બરથી ટિકિટનુ ઓનલાઈન વેચાણ શરુ થઈ છે, ત્યારે ખૂબ જ ધસારો જોવા મળ્યો છે.
રવિવાર રાત્રે 8 કલાકે ટિકિટો વેચાણ માટે રખાઈ અને ગણતરીની મિનિટો માં જ પ્રથમ સ્લોટ સોલ્ડ આઉટ થયો હતો.. હવે ના સ્લોટ માં દર્શકોએ બે થી ત્રણ કલાકની રાહ જોવી પડી રહી છે.. મેચની સૌથી સસ્તી ટીકીટ બે હજાર નિર્ધારિત કરાઈ છે. ભારત-પાકિસ્તાનની મેચને લઈ દર્શકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
ગણતરીની મિનિટોમાં જ પ્રથમ સ્લોટ વેચાઈ ગયો
ભારત-પાકિસ્તાન મેચ ને લઈને દર્શકોમાં હંમેશા ઉત્સાહ રહેતો હોય છે એનું પ્રમાણ વધુ એકવાર ઓનલાઇન ટિકિટ વેચાણમાં જોવા મળ્યું છે. ભારતની વર્લ્ડકપની અન્ય મેચોની ટિકિટો ઓનલાઈન વેચાઈ ગયા બાદ આજે રવિવારે રાત્રે 8 કલાકે ભારત-પાકિસ્તાન વચ્ચેની મેચની ટિકિટો વેચાણ માટે રખાઈ હતી. bookmyshow પર ટિકિટો ઓનલાઈન વેચાણ માટે રખાયાની ગણતરીની મિનિટોમાં જ પ્રથમ સ્લોટની ટિકિટો વેચાઈ ગઈ હતી.
બાદમાં વધુ ટિકિટો વેચાણ માટે રખાઈ. જેમાં પણ દર્શકોએ 2 થી 3 કલાકની ક્યુમાં રાહ જોવી પડી રહી છે. bookmyshow તરફથી પણ ટ્વીટ કરવામાં આવ્યું છે કે ટીકીટ મર્યાદામાં છે અને ધસારો ખૂબ વધારે છે. માટે જે દર્શકો ટીકીટ મેળવવા માંગે છે તે પહેલાથી લોગ ઇન કરી રાખે. ઓનલાઈન ક્યુ માં રહ્યા બાદ ટીકીટ લેવાની પ્રક્રિયા પૂર્ણ કરો.
#CWC2023 pic.twitter.com/7V2m8G1J30
— BookMyShow (@bookmyshow) September 1, 2023
સૌથી સસ્તી ટીકીટ બે હજાર રૂપિયાની
14 ઓક્ટોબરે ભારત-પાકિસ્તાન વચ્ચેની મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ માં યોજાનાર છે. જેની બેઠક ક્ષમતા 1 લાખ 32 હજાર છે. આમ છતાં દર્શકોને આસાનીથી ઓનલાઇન ટિકિટ પ્રાપ્ત નથી થઈ રહી. મેદાનમાં સૌથી સસ્તી ટીકીટ બે હજાર રૂપિયાની છે અને ત્યારબાદ સ્ટેન્ડ મુજબ ટિકિટો ના દર વધારે રાખવામાં આવ્યા છે. એક વ્યક્તિ ઓનલાઈન માત્ર બે જ ટિકિટો ખરીદી શકે છે. ભારત-પાક ની ટીકીટ માત્ર ઓનલાઈન જ પ્રાપ્ત થશે. ઓફલાઇન ટિકિટનું વેચાણ કરવામાં આવનાર નથી.