Gujarati Video: સાળંગપુરમાં સ્વામિનારાયણના સંતોની ત્રણ કલાક સુધી ચાલેલી બેઠક કોઈપણ સમાધાન વિના પૂર્ણ , ઉકેલ માટે સંત સમિતિની કરાઇ રચના

Gujarati Video: સાળંગપુરમાં સ્વામિનારાયણના સંતોની ત્રણ કલાક સુધી ચાલેલી બેઠક કોઈપણ સમાધાન વિના પૂર્ણ , ઉકેલ માટે સંત સમિતિની કરાઇ રચના

Jignesh Patel
| Edited By: | Updated on: Sep 03, 2023 | 10:31 PM

Botad: બોટાદમાં સ્વામીનારાયણના સંતોની મળેલી બેઠક ત્રણ કલાક સુધી ચાલી. પરંતુ બેઠકમાં કોઈ નિર્ણય લેવાયો હોય તેવુ જણાયુ નથી. ત્રણ કલાકની બેઠક બાદ પણ ભીંતચિત્રોનો વિવાદ હજુ વણઉકેલાયેલો જ છે. વિવાદના ઉકેલ માટે સંત સમિતની રચના કરાઈ છે. આ બેઠકમાં સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા બનાવાયેલા મુખ્ય 6 મંદિરના 6 મંદિરના 50 જેટલા સંતો ઉપસ્થિત રહ્યા. વડતાલ, જૂનાગઢ, ધોલેરા, ભુજ, અમદાવાદ અને ગઢડા મંદિરના સંતો બેઠકમાં હાજર રહ્યા

Botad: સાળંગપુરમાં હનુમાનદાદાના ભીંતચિત્રોને લઇને ઉઠેલો વિવાદ હજુ પણ વણઉકેલ્યો છે. સાળંગપુરમાં વિવાદ મુદ્દે સ્વામિનારાયણના સંતો વચ્ચે અંદાજે 3 કલાક સુધી બેઠક ચાલી. પરંતુ આ બેઠકમાં દાદાના વિવાદિત ભીંતચિત્રો હટાવવાને લઇને કોઇ નિર્ણય લેવામાં નથી આવ્યો. વિવાદ ઉકેલવા માટે હવે સંત સમિતિની રચના કરવામાં આવી છે.

બીજી તરફ મીડિયાના સવાલોથી સ્વામીઓ ભાગતા નજરે પડ્યા. વડતાલના મુખ્ય કોઠારી સંત વલ્લભ સ્વામીએ બેઠક અંગે માહિતી આપતા જણાવ્યું કે આ વિવાદનો સુખદ ઉકેલ આવે તેવી સૌ સંતોએ પ્રાર્થના કરી છે. સમાજ, ધર્મ, રાજકીય આગેવાનો સાથે અમે સંત સમિતિની રચના કરી છે. આ સમિતિ ચર્ચા-વિચારણા કરીને ટૂંક સમયમાં નિર્ણય લેશે.આપણા સનાતન હિન્દુ ધર્મના હિતમાં નિર્ણય થશે તેવી આશા છે.

વિવાદના ઉકેલ માટે સંત સમિતિની કરાઈ રચના

સાળંગપુરનો વિવાદ ઉકેલવા સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોની સૌથી મોટી બેઠક મળી. આ બેઠકમાં સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા બનાવાયેલા મુખ્ય 6 મંદિરના 6 મંદિરના 50 જેટલા સંતો ઉપસ્થિત રહ્યા. વડતાલ, જૂનાગઢ, ધોલેરા, ભુજ, અમદાવાદ અને ગઢડા મંદિરના સંતો બેઠકમાં હાજર રહ્યા. સ્વામિનારાયણ સંપ્રદાયના આચાર્ય પક્ષ અને દેવ પક્ષના સંતો ઉપરાંત BAPS સ્વામિનારાયણ મંદિરના સંતો પણ બેઠકમાં ઉપસ્થિત રહ્યા. RSSના આગેવાનોએ પણ બેઠકમાં હાજરી આપી. બેઠકમાં હનુમાનજીના જે ભીંતચિત્રોને કારણે સમગ્ર વિવાદનો વંટોળ ઉઠ્યો છે તેને લઇને ચર્ચા કરવામાં આવી. પરંતુ 3 કલાકની મેરેથોન બેઠક બાદ પણ ચિત્રો ક્યારે હટશે તેને લઇને કોઇ ફોડ પાડવામાં આવ્યો નથી.

આ પણ વાંચો :  Gujarati Video: સુરતમાં ટીપી 49, 50 અને 51ની જૂની સોસાયટીનો કબજો ખાલી કરવા નોટિસ, સ્થાનિકોમાં ફફડાટ

 બોટાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

g clip-path="url(#clip0_868_265)">