AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarati Video: સુરેન્દ્રનગરમાં હડકાયા શ્વાનનો આતંક, 100થી વધુ લોકોને ભર્યા બચકા

Gujarati Video: સુરેન્દ્રનગરમાં હડકાયા શ્વાનનો આતંક, 100થી વધુ લોકોને ભર્યા બચકા

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 26, 2023 | 10:43 PM

Surendranagar: સુરેન્દ્રનગરમાં હડકાયા શ્વાનને આતંક સામે આવ્યો છે. આ શ્વાને 100થી વધુ લોકોનો બચકા ભર્યા છે. હોસ્પિટલમાં હડકવાની રસી ખૂટી પડતા સારવારમાં વિલંબ થઈ રહ્યો છે. ત્યારે લોકોએ તંત્ર સામે જલ્દી સારવાર મળે તેવી માગ કરી છે. લોકોએ શ્વાનના આતંકને લઈને રોષ વ્યક્ત કર્યો છે અને તાત્કાલિક શ્વાનને પકડવાની માગ કરી રહ્યા છે.

Surendranagar: સુરેન્દ્રનગરમાં હડકાયા શ્વાનનો આતંક સામે આવ્યો છે. 100થી વધુ લોકોને શ્વાને બચકા ભર્યા છે. નવાઈની વાત તો એ છેકે, હોસ્પિટલમાં સ્પેશિયલ વોર્ડ શરૂ કરવામાં આવ્યો છે. ભોગ બનનાર મોટાભાગે માસૂમ બાળકો છે. સુરેન્દ્રનગરના ટાવરચોક વિસ્તારથી આંબેડકર ચોક સુધી શ્વાનનો આતંક જોવા મળી રહ્યો છે. તમામ ઈજાગ્રસ્તોને ગાંધી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

સ્થિતિ એટલી ગંભીર છે કે, સ્ટાફની સંખ્યા વધારવાની ફરજ પડી છે. બીજી તરફ અનેક બાળકોને પેટ અને હાથના ભાગમાં ગંભીર ઈજા પહોંચી છે. જેમની તાત્કાલિક સારવાર કરવામાં આવી રહી છે. પરંતુ એક જ દિવસમાં મોટી સંખ્યામાં કેસ સામે આવતા ગાંધી હોસ્પિટલમાં હડકાવાની રસી ખૂટી પડી છે. ત્યારે લોકો તંત્ર સામે જલ્દી સારવાર મળે તેવી માગ કરી રહ્યા છે.

આ પણ વાંચો: Gandhinagar : પૂરગ્રસ્ત વિસ્તારમાં વેપારીઓ માટે સરકારનો મહત્વનો નિર્ણય, નાના વેપારીઓને સરકાર આપશે સહાય, જુઓ Video

શ્વાનના આતંકને લઈને લોકો રોષ વ્યક્ત કરી રહ્યા છે અને શ્વાનને તાત્કાલિક પકડવાની માંગ કરી રહ્યા છે. સુરેન્દ્રનગર અને વઢવાણના અનેક વિસ્તારમાં ભયનો માહોલ પ્રસરી ગયો છે.

સુરેન્દ્રનગર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">