Gandhinagar : પૂરગ્રસ્ત વિસ્તારમાં વેપારીઓ માટે સરકારનો મહત્વનો નિર્ણય, નાના વેપારીઓને સરકાર આપશે સહાય, જુઓ Video
ઋષિકેશ પટેલે કહ્યું કે, પૂરગ્રસ્ત વિસ્તારોમાં વેપારીઓને સહાય અપાશે. લારી, રેકડી, નાની સ્થાયી કેબીન, મોટી કેબીન, નાની અને મધ્યમ કક્ષાની પાકી દુકાન, મોટી દુકાન, નાની અને મધ્યમ કક્ષાની પાકી દુકાનના અસરગ્રસ્ત વેપારીઓને સહાય આપવામાં આવશે. આ અંગે ટુંક સમયમાં જ એક પરિપત્ર જાહેર કરાશે.
Gandhinagar : નર્મદા નદીના પૂરગ્રસ્ત વિસ્તારના ખેડૂતો (Farmers) બાદ હવે રાજ્ય સરકારે વેપારીઓ માટે પણ એક મહત્વનો નિર્ણય લીધો છે. વેપારીઓ ફરી પોતાના ધંધાને પાટે ચઢાવી શકે તે માટે સરકાર સહાય આપશે. કેબિનેટની બેઠક બાદ મંત્રી ઋષિકેશ પટેલે આ મહત્વની જાહેરાત કરી છે.
આ પણ વાંચો ગાંધીનગરમાં મળશે આજે કેબિનેટની બેઠક, પૂર બાદની સ્થિતિ, PMના ગુજરાત પ્રવાસ પર થશે ચર્ચા, જુઓ Video
ઋષિકેશ પટેલે કહ્યું કે, પૂરગ્રસ્ત વિસ્તારોમાં વેપારીઓને સહાય અપાશે. લારી, રેકડી, નાની સ્થાયી કેબીન, મોટી કેબીન, નાની અને મધ્યમ કક્ષાની પાકી દુકાન, મોટી દુકાન, નાની અને મધ્યમ કક્ષાની પાકી દુકાનના અસરગ્રસ્ત વેપારીઓને સહાય આપવામાં આવશે. આ અંગે ટુંક સમયમાં જ એક પરિપત્ર જાહેર કરાશે.
વધુમાં ઋષિકેશ પટેલે કહ્યું કે, અસરગ્રસ્ત વિસ્તારોમાં મધ્યમ અને મોટા વેપારીઓ પ્રત્યે પણ સરકારે ઉદાર વલણ દાખવ્યું છે અને બેંક લોન માટે વ્યાજની સબસિડીની સહાય આપવાનું નક્કી કર્યું છે. મહત્વનું છે કે અસરગ્રસ્ત નવ જિલ્લા નર્મદા, ભરૂચ, વડોદરા, દાહોદ, પંચમહાલ, આણંદ, અરવલ્લી, બનાસકાંઠા, મહિસાગર સહિતના જિલ્લામાં અત્યાર સુધી સરકારે રૂ. 77.45 લાખથી વધુ રકમની અસરગ્રસ્તોને કેશડોલ્સની ચુકવણી કરી છે. ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં ઘરવખરી માટે રૂ. 4.96 કરોડથી વધુ રકમની ચૂકવણી કરવામાં આવી છે.