Gujarati Video : રખિયાલના અર્બન નગરમાં સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા, 4ની ધરપકડ, 7 આરોપી ફરાર

TV9 GUJARATI

|

Updated on: Mar 23, 2023 | 12:35 PM

અમદાવાદમા દારૂનો જથ્થો સંતાડવા બુટલગેરો અવનવા કીમિયા અજમાવતા હોય છે. અમદાવાદના રખિયાલના અર્બન નગરમાંથી સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા પડ્યા હતા. સ્ટેટ મોનિટરિંગ સેલે જમીનમાં સંતાડેલો દારૂનો મોટો જથ્થો મળી આવ્યો છે.

ગુજરાતમાં આમ તો દારુબંધી છે. આમ છતા ગુજરાતમાંથી વારંવાર દારુનો જથ્થો ઝડપાતો રહે છે. આવી જ એક ઘટના અમદાવાદમા સામે આવી છે. અમદાવાદમા દારૂનો જથ્થો સંતાડવા બુટલગેરો અવનવા કીમિયા અજમાવતા હોય છે. અમદાવાદના રખિયાલના અર્બન નગરમાંથી સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા પડ્યા હતા.

આ પણ વાંચો : Gujarati Video : શ્રીનગર પોલીસે કોર્ટ સમક્ષ ખોલી કિરણની કરમ કુંડળી , ટ્રાન્સફર વોરંટથી અમદાવાદ લવાઈ શકે છે

સ્ટેટ મોનિટરિંગ સેલે જમીનમાં સંતાડેલો દારૂનો મોટો જથ્થો મળી આવ્યો છે. જમીનની અંદર પાણીની ટાંકીની જેમ ગુપ્ત ટાંકી બનાવીને 3040 દારૂની બોટલ સંતાડવામાં આવી હતી. આ દારૂના જથ્થાની કિંમત 4.65 લાખ રૂપિયા છે. તો રોકડ અને વાહન મળીને 27.67 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. સ્ટેટ મોનિટરિંગ સેલે દારૂના જથ્થા સાથે 4 શખ્સોને ઝડપ્યા છે. તો 7 આરોપી ફરાર થયા છે. પોલીસે ફરાર આરોપીઓની તપાસ હાથ ધરી છે.

વલસાડના ખડકી ગામ દારુ ઝડપાયો

આ અગાઉ વલસાડના પારડીના ખડકી ગામની વાડીમાં ચાલતી દારુ મહેફિલ પર પોલીસે દરોડા પાડ્યા હતા. જેમાં તાડી અને દારુની દારૂની પાર્ટી માણતા માજી સરપંચ સહિત નવ લોકોને પોલીસે ઝડપ્યા હતાં.ખડકી ગામના વાડી વિસ્તારમાં દારુ પાર્ટી ચાલતી હોવાની બાતમીના આધારે પોલીસે દારૂની મહેફિલમાં ભંગ પાડ્યો હતો. પોલીસે દારૂની બોટલ, મોબાઈલ, વાહન મળી કુલ રૂ.7.62 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. તેમજ દારુની મહેફિલની મજા માણતા માજી સરપંચ સહિત 9 લોકોની ધરપકડ કરીને કાર્યવાહી હાથ ધરી હતી.

Follow us

Click on your DTH Provider to Add TV9 Gujarati