AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarati Video : અમદાવાદમાં યંત્રની આડમાં રમતા ઓનલાઇન જુગાર પર SMCના દરોડા, 9 આરોપીની ધરપકડ

Gujarati Video : અમદાવાદમાં યંત્રની આડમાં રમતા ઓનલાઇન જુગાર પર SMCના દરોડા, 9 આરોપીની ધરપકડ

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 19, 2023 | 12:10 PM
Share

અમદાવાદમાં ધાર્મિક યંત્રની આડમાં ધમધમતા ઓનલાઇન જુગાર પર સ્ટેટ મોનિટરિંગ સેલે સકંજો કસ્યો છે. શહેરના સોલા વિસ્તારમાં યંત્ર પર રમાડતા જુગાર પર SMCએ દરોડા પાડ્યા હતા. અને જુગાર રમાડનાર નરેન્દ્ર ઠક્કર સહિત 9 શખ્સની ધરપકડ કરી હતી. ગોતામાં નવદુર્ગા શોપિંગ સેન્ટરમાં દુકાન રાખી આરોપી યંત્રના ચિન્હ પર જુગાર રમાડતો હતો.

આ પણ વાંચો : Gujarati Video: આજે અમદાવાદ અને ગાંધીનગરમાં સામાન્ય વરસાદની સંભાવના, હજુ બે દિવસ ગુજરાતમાં રહેશે વરસાદી માહોલ

યંત્રના ચિન્હ પર 10 રૂપિયા લગાડી દસ ગણા રૂપિયા મળશે તેવી લાલચે જુગાર રમાડતો હતો સ્થાનિક પોલીસને ઉંઘતા ઝડપી સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડા પાડ્યા હતા. અને રોકડ, ટીવી, મોબાઇલ, ટુ વ્હિલર સહીત રૂ.1.97 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. મહત્વનું છે કે, અગાઉ ખાડીયા અને ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આ પ્રકારના ઓનલાઈન જુગારની દુકાનો સામે આવતા કાર્યવાહી થઈ હતી.

ઓનલાઈન જુગારની લત ભારે પડી ગઈ

ગઈ કાલે રાજકોટના ઉપલેટામાં પુત્રની ઓનલાઈ જુગારની લતના કારણે પિતાને અપહરણ બાદ માર ખાવાનો વારો આવ્યો હતો. પુત્રને ઓનલાઈન જુગારની એવી તે લત લાગી કે પાંચ લાખના દેવામાં ડૂબી ગયો અને દેવુ ભરપાઈ ન કરી શકતા પિતાનુ અપહરણ થયુ. બનાવની વાત કરીએ તો ઉપલેટામાં એક કારખાનેદારના કેવિન નામાના પુત્રને ઓનલાઈન જુગારની લત લાગી હતી.જેમાં કેવિન પાંચ લાખ રૂપિયા હારી ગયો. અને ઉઘરાણી વાળા ફોન કરતા તો તે કોઈ જવાબ નહોતો આપતો.બાદમાં ત્રણ યુવકોએ કેવિનના પિતાને મળવા બોલાવ્યા અને બાદમાં તેનુ અપહરણ કરીને લઈ ગયા હતા.

g clip-path="url(#clip0_868_265)">