Gujarati Video : અમદાવાદ હાટકેશ્વર બ્રિજની મરામત સમયનો ચોંકાવનારો વીડિયો આવ્યો સામે, હલકી ગુણવત્તાનું મટિરિયલ વપરાયુ હોવાનો પર્દાફાશ

TV9 GUJARATI

|

Updated on: Mar 21, 2023 | 1:02 PM

Ahmedabad:અમદાવાદ હાટકેશ્વર બ્રિજમાં ભ્રષ્ટાચારનો ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. બ્રિજની મરામત સમયનો ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. જેમા બ્રિજમાં વપરાયેલુ મટિરિયલ હલકી ગણવત્તાનું હોવાનો પર્દાફાશ થયો છે.

પ્રજાના પૈસાનું પાણી, કરોડોનું કૌભાંડ અને નિયમો નેવે મુકીને બનાવેલા ભ્રષ્ટાચારના હાટકેશ્વર ઓવરબ્રિજમાં TV9 ગુજરાતી સૌથી મોટો ખુલાસો કરવા જઇ રહ્યું છે. પહેલા જ દિવસથી TV9 ગુજરાતી જે ઓવરબ્રિજમાં ભ્રષ્ટાચારનો દાવો કરી રહ્યું છે, તેની સાબિતી પુરતો વધુ એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. ભ્રષ્ટાચારની પોલ ખોલતા આ એક્સક્લુસિવ દ્રશ્યો તમે અહીં વીડિયોમાં જોઈ શકો છો. આ દ્રશ્યો જોઇને જ આપને ખ્યાલ આવી જશે કે બ્રિજના બાંધકામમાં કેટલી હદે લોલમલોલ આચરવામાં આવી છે.

બ્રિજ બનાવવા વપરાયુ હલકી ગુણવત્તાનું મટિરિયલ

બ્રિજનો સૌથી મહત્વપૂર્ણ હિસ્સો એટલે RCCનો સ્લેબ. જો RCCનો સ્લેબ નબળો હોય તો, બ્રિજ જોખમી ગણાય, વાયરલ વીડિયોમાં જોઇ શકાય છે કે RCCનો સ્લેબ ખૂબ સરળતાથી તૂટી રહ્યો છે. એટલું જ નહીં RCCનો સ્બેલ માટીના ઢેફાની જેમ વિખેરાઇ રહ્યો છે અને સિમેન્ટના બદલે જાણે કે માત્ર રેતી વાપરવામાં આવી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. તો ડામર પણ હલકી ગુણવત્તાવાળો વાપરવામાં આવ્યો હોવાનું સ્પષ્ટ જણાઇ રહ્યું છે. જે રીતે બ્રિજમાં રેત, પાણી અને લાકડાનો ઉપયોગ કરાયો હોય, તે બ્રિજ વાહનચાલકો માટે કેટલો જોખમી સાબિત થઇ શકે તે સમજી શકાય છે.

TV9ને વિશ્વસનિય સૂત્રો પાસેથી મળેલી વિગતો મુજબ વર્ષ 2022ના જુલાઇ મહિનામાં બ્રિજનું રિપેરીંગ કામ હાથ ધરાયું હતું. તે દરમિયાન ક્ષતિગ્રસ્ત હિસ્સો તોડતી વખતે આ વીડિયો ઉતારવામાં આવ્યો હતો. જે હાલ વાયરલ થયો છે. આ વાયરલ વીડિયો બ્રિજમાં આચરાયેલા ભ્રષ્ટાચારની ચાડી ખાઇ રહ્યો છે. નજર સમક્ષ પુરાવો છે, આંખો દેખી હકીકત છે, અને ભ્રષ્ટાચારનું પાપ છાપરે ચઢીને પોકારી રહ્યું છે. ત્યારે અહીં સવાલ એ ઉઠે કે કે દોષિતો અને જવાબદારો સામે કાર્યવાહી ક્યારે કરાશે? કેમ ભ્રષ્ટાચારીઓનું પાપ છુપાવવાનો પ્રયાસ થઇ રહ્યો છે?

આ પણ વાંચો: Gujarat Video: અમદાવાદમાં હાટકેશ્વર બ્રિજને લઇને મોટો ખુલાસો, બ્રિજને સ્પેશિયલ વ્હીકલ લોડિંગ કેટેગરીમાં મુકવા સામે ગંભીર સવાલ, કોન્ટ્રાક્ટરને છાવરવાનો પ્રયાસ

Follow us on

Click on your DTH Provider to Add TV9 Gujarati