Gujarat Video: અમદાવાદમાં હાટકેશ્વર બ્રિજને લઇને મોટો ખુલાસો, બ્રિજને સ્પેશિયલ વ્હીકલ લોડિંગ કેટેગરીમાં મુકવા સામે ગંભીર સવાલ, કોન્ટ્રાક્ટરને છાવરવાનો પ્રયાસ

Ahmedabad: અમદાવાદમાં હાટકેશ્વર બ્રિજને લઈને TV9 ગુજરાતીએ મોટો ખૂલાસો કર્યો છે. આ બ્રિજને સ્પેશ્યિલ વ્હીકલ લોડિંગ કેટેગરીમાં મુકવા સામે ગંભીર સવાલ ઉઠ્યા છે. કોન્ટ્રાક્ટરને છાવરવાનો પ્રયાસ કરાઈ રહ્યો હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે.

Jignesh Patel
| Edited By: | Updated on: Mar 19, 2023 | 6:40 PM

અમદાવાદના હાટકેશ્વર બ્રિજને લઈને TV9 પર સૌથી મોટો ખુલાસો. રોડ અને બ્રિજના સ્ટાન્ડર્ડ સ્પેસિફિકેશન અને કોડને લઈને ચોંકાવનારી માહિતી સામે આવી છે. જે કઈ રીતે બ્રિજના કોન્ટ્રાક્ટરને બચાવવા તંત્ર અને નેતાઓ કામે લાગ્યા છે તેની પોલ ખોલે છે. હાટકેશ્વર બ્રિજ SV લોડિંગમાં આવે છે. જ્યારે કે વર્ષ 2014 સુધી દેશમાં બ્રિજની કામગીરી કરવામાં SV લોડિંગનો ક્યાંય ઉલ્લેખ હતો જ નહીં.

ડિસેમ્બર 2016માં SV લોડિંગ બાબતે પ્રથમ વખત ઈન્ડિયન રોડ કોંગ્રેસમાં જાહેરાત અપાઈ હતી. તે પહેલા એસવી લોડિંગ હેવી વ્હીકલ મુદ્દે કોઈ નીતિ નિયમ કે ગાઈડલાઈન હતી જ નહીં. ડિસેમ્બર 2016માં IRC-6 બ્રિજ ડિઝાઈન કોડમાં SV લોડિંગ પ્રથમ વખત રજૂ કરાયું. જે 2017થી બ્રિજની ડિઝાઈન પ્રેક્ટીસમાં આવી. જ્યારે કે હાટકેશ્વર બ્રિજની કામગીરી 2014-15થી સોંપાઈ હતી. તો તેની પાસે કઈ રીતે એસવી લોડિંગ હોય તે સૌથી મોટો સવાલ છે.

એટલે કે અધિકારીઓ અને નેતાઓ દ્વારા કોન્ટ્રાક્ટર અજય ઈન્ફ્રાસ્ટ્રક્ચરને છાવરવાનો કઈ રીતે પ્રયાસ થાય છે તેની પોલ ખુલી છે. બ્રિજ તૈયાર કરનાર કોન્ટ્રાક્ટર કંપની સામે કોઈ પગલા જ નથી લેવાયા.

આ પણ વાંચો:Ahmedabad: હાટકેશ્વરમાં સસ્તા અનાજની દુકાનો પર સડી રહ્યુ છે મીઠુ, દુકાનદારો દ્વારા જાળવણી ન કરાતો હોવાનો સ્થાનિકોનો આક્ષેપ 

એસ.વી લોડિંગ એટલે શું ?

એસ.વી. લોડિંગનું આખું નામ સ્પેશિયલ વ્હીકલ લોડિંગ છે. ભારે વાહનો માટે રોડ મંત્રાલયે જાહેર કર્યા છે. નીતિ નિયમ ભારતીય રોડ કોર્પોરેશન દ્વારા જાહેર કરાયા છે. SV લોડિંગ IRCએ પસંદગીના કોરિડોર માટે રજૂ કર્યું છે. ક્લાસ લોડિંગ IRCનું છે. નવું સ્પેશિયલ વ્હીકલ ક્લાસ લોડિંગ ટર્બાઇન, ભારે વાહનો અને મશીનરી માટે છે. SV લોડિંગ પસંદગીના કોરિડોરમાં નવા બ્રિજની ડિઝાઈન માટે ભારે વાહનો મુદ્દે સત્તાધીશો વિચારણા કરીને નિર્ણય કરતા હોય છે.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">