Gujarati Video: સનાતન ધર્મ પર હવે લોકસાહિત્યકારો પણ મેદાને, રાજભા અને દેવાયત ખવડે ખોડિયાર માતા પર ટિપ્પણીને લઈને વ્યક્ત કર્યો આક્રોશ

Sanatan Controversy: સાળંગપુરનો વિવાદ માંડ સમેટાયો છે, ત્યાં સ્વામિનારાયણ સંપ્રદાયના એક સ્વામીએ બફાટ કરતા વિવાદનો મધપૂડો છંછેડાયો છે. સ્વામીનારાયણ સંપ્રદાયના બ્રહ્મસ્વરૂપ સ્વામીએ ખોડિયાર માતા વિશએ વિવાદી ટીપ્પણી કરતા વિવાદને વેગ મળ્યો છે. જેના પર લોકસાહિત્યકાર રાજભા ગઢવી અને દેવાયત ખવડે રોષ વ્યક્ત કર્યો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 14, 2023 | 12:21 AM

Sanatan Controversy: ધર્મની મર્યાદામાં રહેજો, અન્યથા અમારે મર્યાદા છોડવી પડશે. આ વળતો પ્રહાર કર્યો છે જાણીતા લોક સાહિત્યકાર રાજભા ગઢવીએ. સ્વામીનારાયણ સંપ્રદાયના બ્રહ્મ સ્વરૂપ સ્વામીએ થોડા દિવસ અગાઉ ખોડિયાર માતા વિશે આપત્તિજનક ટિપ્પણી કરી હતી. આ ટિપ્પણી બાદ માઇભક્તોમાં ભારે રોષ ફેલાયો હતો. ત્યારે વાયરલ વીડિયો પર રાજભા ગઢવીએ આકરી પ્રતિક્રીયા આપી છે. રાજભાએ રોષ પ્રગટ કરતા કહ્યું કે, મા ખોડિયારે કેટલાય રાક્ષકોનો વધ કર્યો, તમને પણ મા ખોડિયાર નહીં છોડે.

ખોડિયાર પર આપત્તિજનક ટિપ્પણીની વાત હોય તો ખોડલધામ ટ્રસ્ટ પણ કેમ ચૂપ રહે. ખોડલધામના પ્રવક્તા હરસુખ લુણાગરિયાએ બ્રહ્મસ્વરૂપ સ્વામીને મર્યાદામાં રહેવાની સલાહ આપી અને સમાજની લાગણી દુભાય તેવા નિવેદનો ન આપવાની ટકોર કરી. ભીંતચિત્ર બાદ તિલક વિવાદ હજી માંડ શમ્યો છે, ત્યાં વિવાદીત નિવેદનથી ફરી એકવાર સ્વામિનારાયણ સંપ્રદાયના સંત ચર્ચામાં છે. ઉલ્લેખની છેકે અગાઉ બ્રહ્મસ્વરૂપ સ્વામીએ જ સનાતની સંતની અસૂર સાથે સરખામણી કરતા વિવાદ વકર્યો હતો. આવા સમયે ફરી બ્રહ્મસ્વરૂપ સ્વામીનું ખોડિયાર માતા વિશે વિવાદીત નિવેદન સામે આવતા વિવાદનો વેગ મળી શકે. ત્યારે આવો સાંભળીએ બ્રહ્મસ્વરૂપ સ્વામીના વિવાદીત બોલ.

આ પણ વાંચો: Jamnagar : વેરો વસૂલાત કરવા ગયેલી ટીમ પર હુમલો, પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી, જુઓ Video

તાજેતરમાં જ ભાજપના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણે પણ સ્વામિનારાયણ સંપ્રદાય પર પ્રહાર કર્યો હતો. અને આરોપ લગાવ્યો હતો કે સ્વામિનારાયણ એ સંપ્રદાય નથી, રૂપિયા ભેગા કરવાની સંસ્થા છે. એટલું જ નહીં સંપ્રદાયના સંતોને ધર્મનું જ્ઞાન ન હોવાની સાથે સંતો વ્યાભિચારી કંસ જેવા હોવાનો પણ આરોપ લગાવ્યો હતો.

Follow Us:
જુનાગઢના સંત સંમેલનમાં અખિલેશ્વર દાસનું મોટું નિવેદન- જુઓ Video
જુનાગઢના સંત સંમેલનમાં અખિલેશ્વર દાસનું મોટું નિવેદન- જુઓ Video
રાજકોટમાં ખરાબ રસ્તાને લઇ લોકો પરેશાન, રસ્તા પર ઉતરી વિરોધ નોંધાવ્યો
રાજકોટમાં ખરાબ રસ્તાને લઇ લોકો પરેશાન, રસ્તા પર ઉતરી વિરોધ નોંધાવ્યો
જુનાગઢમાં ગરબા રમતી વખતે 24 વર્ષના યુવકને આવ્યો હાર્ટ એટેક આવતા મૃત્યુ
જુનાગઢમાં ગરબા રમતી વખતે 24 વર્ષના યુવકને આવ્યો હાર્ટ એટેક આવતા મૃત્યુ
વલસાડની કોલેજના પ્રોફેસર સામે જાતિય સતામણીના કેસમાં આરોપો થયા સિદ્ધ
વલસાડની કોલેજના પ્રોફેસર સામે જાતિય સતામણીના કેસમાં આરોપો થયા સિદ્ધ
ગુજરાતને મળશે ત્રીજી વંદે ભારત એક્સપ્રેસ, જામનગર અમદાવાદ વચ્ચે દોડશે
ગુજરાતને મળશે ત્રીજી વંદે ભારત એક્સપ્રેસ, જામનગર અમદાવાદ વચ્ચે દોડશે
સ્નાતકોને માર્કેટીંગ ક્ષેત્રમાં મળશે મહિને 29,000થી વધુ પગાર
સ્નાતકોને માર્કેટીંગ ક્ષેત્રમાં મળશે મહિને 29,000થી વધુ પગાર
ઓસ્ટ્રેલિયા સામેની વનડે સિરીઝની છેલ્લી વનડે રાજકોટમાં ખંઢેરીમાં રમાશે
ઓસ્ટ્રેલિયા સામેની વનડે સિરીઝની છેલ્લી વનડે રાજકોટમાં ખંઢેરીમાં રમાશે
સ્નાતકોને લોજીસ્ટીક ક્ષેત્રમાં મળશે મહિને 83,000થી વધુ પગાર
સ્નાતકોને લોજીસ્ટીક ક્ષેત્રમાં મળશે મહિને 83,000થી વધુ પગાર
સ્નાતકોનેે લેટર ડ્રાફટિંગમાં મળશે મહિને 45,000થી વધુ પગાર
સ્નાતકોનેે લેટર ડ્રાફટિંગમાં મળશે મહિને 45,000થી વધુ પગાર
રાજકોટમાં જે.કે.ચોકના રાજાની આસપાસ મૂષક કરે છે પ્રદક્ષિણા- જુઓ Video
રાજકોટમાં જે.કે.ચોકના રાજાની આસપાસ મૂષક કરે છે પ્રદક્ષિણા- જુઓ Video