Jamnagar : વેરો વસૂલાત કરવા ગયેલી ટીમ પર હુમલો, પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી, જુઓ Video
મિલકત વેરા શાખાના કર્મચારીએ સીલ ખોલવા જતા દુકાનદારને રોક્યો હતો. તેથી દુકાનદારના સગા અરવિંદસિંહ ઉશ્કેરાયો હતો અને કર્મચારી સાથે બોલાચાલી બાદ માર માર્યો હતો.હુમલાથી ડરી ગયેલા કર્મચારીઓ ત્યાંથી ભાગી ગયા હતા. જોકે, બનાવની જાણ થતાં કોર્પોરેશનના ટેક્ષ ઓફિસર પોલીસને સાથે રાખી સ્થળ પર પહોંચ્યાં હતા અને મિલકતને ફરી સીલ કરી હતી.
Jamnagar : જામનગરના નવાગામ (Navagam) વિસ્તારમાં પટેલવાડી નજીક વેરાની વસૂલાત કરવા ગયેલી ટીમ પર હુમલાની ઘટના બની છે. મિલકત વેરા શાખાની ટીમ પર કેટલાક શખ્સોએ હુમલો કરી માર માર્યો હતો. બંસરી સિલેકશન નામની દુકાનના વેરાની રકમ બાકી હોવાથી કર્મચારીઓએ સીલ કરી હતી. છતાં કાયદાનો ભંગ કરી દુકાનદારોએ સીલ ખોલ્યું હતું.
મિલકત વેરા શાખાના કર્મચારીએ સીલ ખોલવા જતા દુકાનદારને રોક્યો હતો. તેથી દુકાનદારના સગા અરવિંદસિંહ ઉશ્કેરાયો હતો અને કર્મચારી સાથે બોલાચાલી બાદ માર માર્યો હતો. હુમલાથી ડરી ગયેલા કર્મચારીઓ ત્યાંથી ભાગી ગયા હતા.
જોકે, બનાવની જાણ થતાં કોર્પોરેશનના ટેક્ષ ઓફિસર પોલીસને સાથે રાખી સ્થળ પર પહોંચ્યાં હતા અને મિલકતને ફરી સીલ કરી હતી. સાથે જ કર્મચારીઓ પર હુમલો કરનાર અરવિંદસિંહ નામના શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે. હાલ પોલીસે અરવિંદ નામના શખ્સ સામે ફરજમાં રૂકાવટનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
જામનગર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા