Gujarati Video : ગિરનારએ સિદ્ધની ભૂમિ અને હિમાલયએ યોગીઓની ભૂમિ : માયાભાઇ આહિર
લોક સાહિત્યકાર માયાભાઇ આહિરે મહા શિવરાત્રી મેળાનો મહિમા સમજાવ્યો અને કહ્યું કે ભગવાન શિવના બેસણા ભવનાથ તળેટીમાં છે.શિવરાત્રીનો મેળો એટલે શિવની આરાધનાનો પર્વ, પ્રાગટ્ય દિવસ કહેવામાં આવે છે..સાથે જ કહ્યું કે શિવરાત્રી મેળામાં આવતા ભાવિકો કંઈક મેળવીને જાય છે, કોઈ આનંદ મેળવે છે, તો કોઇ ભજન મેળવીને જાય છે. તેમણે કહ્યું કે ગિરનાર એ સિદ્ધની ભૂમિ છે અને હિમાલય એ યોગીઓની ભૂમિ છે.

જૂનાગઢમાં ભવ્ય મહાશિવરાત્રીના મેળામાં માનવ મહેરામણ ઉમટ્યું છે.ભવનાથ તળેટીમાં 10 લાખથી વધુ ભાવિકો ઉમટી પડ્યાં હતા અને ભગવાન શિવના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.ભવનાથ આવતા ભાવિકોની માન્યતા છે કે ભવનાથમાં આવી અનોખી ઉર્જા પ્રાપ્ત થાય છે..ભગવાન શિવના સાનિધ્યમાં આવી તમામ દુઃખ દર્દ દૂર થાય છે.તો બીજી તરફ નાના બાળકો પણ ભગવાન શિવનું રૂપ ધારણ કરી ભાવિકોને મનમોહક કરી રહ્યાં છે..મેળા દરમિયાન એક બાળ શિવ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.
તો મેળાના અંતિમ દિવસે મહાશિવરાત્રીનાં પરંપરાગત રીતે સાધુ-સંતોની રવેડી યોજાશે.રાત્રે ૮ વાગ્યે જૂના અખાડા ખાતેથી બેન્ડ વાજા, તથા સંગીતની સુરાવલીઓ સાથે સાધુ- સંતોની રવેડી યોજાશે. જેમાં અખાડાના આરાધ્ય દેવ તથા મહામંડલેશ્વરો પાલખીમાં સવાર થઈ રવેડીમાં જોડાશે. આ રવેડી જૂના અખાડા ખાતેથી મંગલનાથબાપુ આશ્રમ પાસેથી દતચોક, તથા ઈન્દ્રભારતીબાપુ ગેટ સુધી જશે. ત્યાંથી આપાગીગા ઓટલાના અન્નક્ષેત્ર પાસે થઈ ભારતી આશ્રમ પાસે થઈ પરત ભવનાથ મંદિરે પહોંચશે.સાધુ-સંતોના અંગકસરતના દાવ, લાઠીદાવ, તલવાર બાજી રવેડીનું મુખ્ય આકર્ષણ રહેશે.
આ પણ વાંચો : Maha Shivratri 2023: 51 ફુટ ઉંચી વિશાળ શિવ પ્રતિમા સમક્ષ સવા મણનો દિવો પ્રગટાવ્યો, વિશ્વ કલ્યાણ માટે પ્રાર્થના કરાઈ