Gujarati Video: કોવાયાના મોલમાં લટાર મારવા નીકળ્યા વનરાજા, જુઓ સિંહની લટારનો Viral video
શિકારની શોધમાં આવેલો સિંહ સીસીટીવીમાં કેદ થયો હતો. આથી ત્યાં કામ કર્મચારીઓ સહિત લોકોમાં ભયનું વાતાવરણ ફેલાયું હતું. આ સમગ્ર ઘટનાનો એક વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.
અત્યાર સુધી સિંહ તમે રસ્તા ઉપર કે ખેતરમાં અથવા તો આંબાવાડિયામાં લટાર મારતા જોયા હશે. જોકે હવે વનરાજાએ પોતાની સીમા વિસ્તારી છે અને ક્યારેક તેઓ હાઇ વે ઉપર જોવા મળે છે. હાલમાં જ કોવાયા ગામમાં પાંચ સિંહનો પરિવાર જોવા મળી રહ્યો છે જે ક્યારેક ગામમાં તો ક્યારેક કોઈ કંપનીની લાટર મારવા નીકળી પડે છે.
પરંતુ કયારેય માર્કેટમાં સિંહની લટાર નહીં જોઈ હોય. જુઓ આ દ્રશ્યોમાં જંગલનો રાજા સિંહ હવે જંગલમાંથી ભૂલો પડી શહેરમાં આંટાફેરા મારવા લાગ્યો છે. ઘટના છે અમરેલીના રાજુલા શહેરની, જયાં કોવાયા પાસે આવેલી એક ખાનગી કંપની અને માર્કેટ નજીકની કોલોનીમાં સિંહ દેખાયો હતો. કંપનીના માર્કેટ નજીક સિંહે રાત્રના સમયે લટાર મારી હતી. આ સિંહના આંટાફેરાનો વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયો હતો. જંગલ છોડીને સિંહ શહેરમાં પ્રવેશતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો જેથી વન વિભાગ દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં આવી ચડેલા સાવજોને જંગલ તરફ ખસેડે તેવી લોકોમાં માંગ ઉઠી હતી.
શિકારની શોધમાં આવેલો સિંહ સીસીટીવીમાં કેદ થયો હતો. આથી ત્યાં કામ કર્મચારીઓ સહિત લોકોમાં ભયનું વાતાવરણ ફેલાયું હતું. આ સમગ્ર ઘટનાનો એક વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. નોંધનીય છેકે કોવાયામાં છેલ્લા ઘણા સમયથી સિંહના આંટાફેરા વધ્યા છે અને સિંહ ક્યારેક ગામમાં તો ક્યારેક કારખાનાઓમાં આંટાફેરા કરતા હોય તેવા વીડિયો સામે આવતા હોય છે.
આ પણ વાંચો: Gujarati Video : અમરેલીમાં બળદથી ડરીને ભાગ્યા સિંહ અને તેના પાઠડા, જુઓ વાયરલ Video
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
