Gujarati Video : અમરેલીમાં બળદથી ડરીને ભાગ્યા સિંહ અને તેના પાઠડા, જુઓ વાયરલ Video

આખલાઓએ એટલું જોર બતાવ્યું હતું કે એક સિંહ બાળ તો દીવાલ કૂદીને ભાગી ગયો હતો. અમરેલી અને ધારીમાં વારંવાર સિંહ આવી  ચઢતા હોય છે અને પશુધનનું મારણ કરતા હોય છે ત્યારે ઘણી વાર આ પ્રકારના જુજ દ્રશ્યો પણ જોવા મળતા હોય છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 22, 2023 | 4:21 PM

અમરેલીના ગ્રામ્ય વિસ્તારમાં સમયાંતરે સિંહ લટારના વીડિયો સામે આવતા રહે છે. ત્યારે રાજુલાના કોવાયા ગામમાં શિકાર કરવા 5 સિંહે આખલાનો ઘેરાવ કર્યાનો એક વીડિયો વાયરલ થયો છે. શિકાર કરવા માટે 5 સિંહ આખલાને ઘેરી તો લે છે, પરંતુ સિંહના આ ટોળાને શિકાર કરવામાં સફળતા નથી મળતી. આખલા પાસે પહોંચ્યા બાદ 2 સિંહ ભાગતા પણ વીડિયોમાં નજરે ચડે છે.

અમરેલી જિલ્લાના રાજુલાના કોવાયા ગામનો એક વીડિયો  વાયરલ થયો છે જેમાં જોવા મળે છે કે પહેલા તો સિંહના 4-5 બચ્ચા બળદનું મારણ કરવા પહોંચે છે,  પરંતુ આ પાઠડા બળદને પહોંચી વળતા નથી  અને એક બે પાઠડા તો  પાછા ભાગી જાય છે.   વળી આખલાઓએ એટલું જોર બતાવ્યું હતું કે એક સિંહ બાળતો દીવાલ કૂદીને ભાગી ગયો હતો.  અમરેલી અને ધારીમાં વારંવાર સિંહ આવી  ચઢતા હોય છે  અને પશુધનનું મારણ  કરતા હોય છે ત્યારે ઘણી વાર આ પ્રકારના જુદ દ્રશ્યો પણ  જોવા મળતા હોય છે.

કોવાયામાં ટ્રકના પાર્કિંગમાં જોવા મળ્યા હતા સિંહ

રાજુલાનું જાફરાબાદ પંથકનુ પીપાવાવ પોર્ટ જાણે સિંહોનું નવુ નિવાસસ્થાન બની રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. થોડા દિવસ અગાઉ રાજુલા તાલુકાના કોવાયા ગામ નજીક આવેલ ખાનગી કંપનીમાં ટ્રકના પાર્કિંગમાં  5 સિંહો આવી ચડ્યા હતા, જેનો વીડિયો પણ સામે આવ્યો હતો. શિકાર નહી મળતા હાલ સિંહો રહેણાંક વિસ્તારમાં આવી રહ્યા છે. અમરેલી જિલ્લો સિંહનું ઘર મનાય છે અને સિંહો અહીં ઠેર- ઠેર આટાંફેરા મારતા નજરે પડે છે.

અગાઉ પણ સિંહો આખલાનો શિકાર કરવામાં રહ્યા નિષ્ફળ

બે મહિના અગાઉ પણ જાફરાબાદ-બાબરકોટ ચોકડી નજીક ભૂતનાથ પેટ્રોલ પંપ પાસે પાંચ સિંહોએ રેઢિયાર બે આખલાનો ઘેરાવ કર્યો અને શિકાર કરવા માટેની તૈયારીઓ કરી, પરંતુ આખલાઓએ બચવા માટે પ્રતિકાર કરતાં સિંહોએ પરત ફરવું પડ્યું હતું.

Follow Us:
ગેનીબેન ઠાકોરે સ્વરુપજીને જીત બદલ આપ્યા અભિનંદન
ગેનીબેન ઠાકોરે સ્વરુપજીને જીત બદલ આપ્યા અભિનંદન
PM મોદી પાસેથી મળી 'RRR'ની શીખ- બરુણ દાસ
PM મોદી પાસેથી મળી 'RRR'ની શીખ- બરુણ દાસ
News9 Global Summit : ભારતના લોકોનું જીવન કેવી રીતે બદલાશે?
News9 Global Summit : ભારતના લોકોનું જીવન કેવી રીતે બદલાશે?
શું ભારતીય ફૂટબોલને મળશે સંજીવની? વૈશ્વિક સમિટમાં રોડ મેપ તૈયાર કરાયો
શું ભારતીય ફૂટબોલને મળશે સંજીવની? વૈશ્વિક સમિટમાં રોડ મેપ તૈયાર કરાયો
મેષ, વૃષભ સહિત આ 3 રાશિના જાતકોને કાર્યક્ષેત્રે લાભના સંકેત
મેષ, વૃષભ સહિત આ 3 રાશિના જાતકોને કાર્યક્ષેત્રે લાભના સંકેત
ગુજરાતમાં ઠંડા પવન સાથે કડકડતી ઠંડીની આગાહી
ગુજરાતમાં ઠંડા પવન સાથે કડકડતી ઠંડીની આગાહી
ભાટપુરા અને ભાદરોલી ગામને જોડતો કોઝવે તૂટી જતાં લોકોની ભારે મુશ્કેલી
ભાટપુરા અને ભાદરોલી ગામને જોડતો કોઝવે તૂટી જતાં લોકોની ભારે મુશ્કેલી
ઝાલોદમાં બનશે ડોમેસ્ટિક એરપોર્ટ ! અધિકારીઓએ સર્વે કરી તૈયાર કર્યો નકશો
ઝાલોદમાં બનશે ડોમેસ્ટિક એરપોર્ટ ! અધિકારીઓએ સર્વે કરી તૈયાર કર્યો નકશો
બૃહદ ન્યૂયોર્ક સિનિયર્સ ગ્રુપ દ્વારા દિવાળી સ્નેહ મિલન કરાયુ હતુ આયોજન
બૃહદ ન્યૂયોર્ક સિનિયર્સ ગ્રુપ દ્વારા દિવાળી સ્નેહ મિલન કરાયુ હતુ આયોજન
સાણંદ GIDCમાં SMCના દરોડા, દેશી દારુની ભઠ્ઠી ઝડપાઈ, 1ની ધરપકડ
સાણંદ GIDCમાં SMCના દરોડા, દેશી દારુની ભઠ્ઠી ઝડપાઈ, 1ની ધરપકડ
g clip-path="url(#clip0_868_265)">