Gujarati Video: વડોદરામાં ભાજપમાં આંતરિક જૂથવાદ, શબ્દશરણ બ્રહ્મભટ્ટે ટ્વિટ કરી ઠાલવ્યો બળાપો
Vadodara: વડોદરા ભાજપમાં આંતરિક જૂથવાદ સપાટી પર આવ્યો છે. ભાજપના નેતા શબ્દશરણ બ્રહ્મભટ્ટના ટ્વીટથી વડોદરા ભાજપમાં ઉહાપોહ સામે આવ્યો છે. તેમના આ ટ્વીટથી વડોદરા ભાજપમાં કોલ્ડવોર ચાલતુ હોવાની ચર્ચાએ પણ જોર પકડ્યુ છે.
Vadodara: વડોદરા ભાજપમાં આંતરિક જૂથવાદ ચાલતો હોવાની વાતને ચરિતાર્થ કરતી વધુ એક ઘટના સામે આવી છે. ભાજપના નેતા શબ્દશરણ બ્રહ્મભટ્ટે ટ્વીટર પર પોસ્ટ કરીને બળાપો વ્યક્ત કર્યો છે.. તેમણે ટ્વીટર પર લખ્યું છે કે એક સાથે એક મળીને 2 થાય એ ગણિત,, એક સાથે એક મળીને 11 થાય તો એ સંગઠન, એક સાથે એક મળીને 1 જ થાય તો એ પ્રેમ, એક સાથે એક મળીને શૂન્ય થાય તો એ આધ્યાત્મ, એક ને એક સાથે મળવા દેવામાં જ ના આવે તો એ કૂટનીતિ, અને જ્યારે એક ને એકની વિરુદ્ધમાં ઉભો કરવામાં આવે તે રાજનીતિ.
આ પણ વાંચો: Vadodara: યુવકના આત્મહત્યાના કેસમાં 3 આરોપીની ધરપકડ, વાડી પોલીસે દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કર્યો, જુઓ Video
શબ્દશરણના આ ટ્વીટથી વડોદરા ભાજપમાં કોલ્ડવૉર ચાલતું હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. શબ્દશરણ બ્રહ્મભટ્ટ ભાજપના પૂર્વ પ્રદેશ મહામંત્રી અને વડોદરાના પૂર્વ મેયર છે.
વડોદરા સહિતગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો