Vadodara: યુવકના આત્મહત્યાના કેસમાં 3 આરોપીની ધરપકડ, વાડી પોલીસે દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કર્યો, જુઓ Video
વડોદરાના યુવકનું આત્મહત્યાના કેસમાં 3 આરોપીની ધરપકડ થઈ છે. વડોદરાના વાડી પોલીસે 3 આરોપીની ધરપકડ કરી છે. ક્રિકેટ સટ્ટામાં દેવું થઈ જતા યુવકે આપઘાત કર્યો હતો. વ્યાજે લીધેલા પૈસા નહિ ચૂકવતા ત્રણ શખ્સ કરતા ઉઘરાણી કરતા હોવાનું સામે આવ્યુ છે.
Vadodara : વડોદરાના યુવકનું આત્મહત્યાના કેસમાં 3 આરોપીની ધરપકડ થઈ છે. વડોદરાના વાડી પોલીસે 3 આરોપીની ધરપકડ કરી છે. ક્રિકેટ સટ્ટામાં દેવું થઈ જતા યુવકે આપઘાત કર્યો હતો. વ્યાજે લીધેલા પૈસા નહિ ચૂકવતા ત્રણ શખ્સ કરતા ઉઘરાણી કરતા હોવાનું સામે આવ્યુ છે. પૈસાની ઉઘરાણીથી કંટાળેલા સાહિલ સૈયદે આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યુ છે. વાડી પોલીસે આત્મહત્યા માટે દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કર્યો છે. મૃતક સાહિલ સૈયદના મોત માટે બુકીઓ જવાબદાર હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
તો બીજી તરફ દમણના બામણપૂજા ગામે નદીમાં ડૂબી જવાથી 3 યુવકના મોત નીપજ્યા છે. નાની દમણ ખારીવાડના 3 યુવક નદીમાં નાહવા માટે ગયા હતા. પરંતુ ડૂબી જવાથી ત્રણેયના મોત થયા. 2 કલાકની શોધખોળ બાદ ત્રણેય યુવકના મૃતદેહ મળી આવતા ચકચારી મચી ગઈ છે.
વડોદરા સહિતગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
ઘરમાં સમસ્યાઓ ઊભી થઈ શકે છે, વધુ પડતું ખાવાનું ટાળો
સુરતના ખેડૂતોને પાક નુકસાનીની સહાયની કરાઈ ચુકવણી
સુરેન્દ્રનગરના MLA પ્રકાશ વરમોરાએ વિવાદી નિવેદન પર કર્યો આ ખૂલાસો
કંડલાના મીઠા પોર્ટ પર મેગા ડિમોલિશન, ₹250 કરોડની જમીન ખુલ્લી કરાઈ
