Gujarati Video: ઉપલેટાના લાઠ ગામમાં માવઠાને કારણે તૈયાર થઈ ગયેલા રવી પાકને થયુ વ્યાપક નુકસાન, ખેડૂતોની માઠી દશા

Rajkot: ઉપલેટાના લાઠ ગામમાં માવઠાને કારણે ખેડૂતોને ભારે નુકસાની સહન કરવાનો વારો આવ્યો છે. 800 વીઘા જમીનમાં તૈયાર થયેલા પાકને નુકસાન પહોંચ્યુ છે. જેને લઈને ખેડૂતોને ફરી એકવાર માથે હાથ દઈને રોવાનો વારો આવ્યો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 20, 2023 | 9:22 AM

રાજ્યમાં માવઠાથી તારાજીના દ્રશ્યો સામે આવી રહ્યા છે. માવઠાના લીધે ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાયો છે. રાજકોટના ઉપલેટાના લાઠ ગામમાં માવઠાથી તૈયાર રવી પાકને વ્યાપક નુકસાન પહોંચ્યું છે. ઘઉં, જીરુ, ધાણા, ચણા અને ડુંગળી સહિતના પાક પર કમોસમી વરસાદે પાણી ફેરવ્યું છે. અંદાજિત 800 વીઘા જમીનમાં તૈયાર થયેલા પાકને નુકસાન થયું છે. જેને લઈને ખેડૂતોને વધુ એકવાર રોવાનો વારો આવ્યો છે.

કમોસમી વરસાદને પગલે ઘઉં, જીરુ, ચણા, ધાણાનો પાક ધોવાયો

આ તરફ ધોરાજી પંથકમાં પણ કમોસમી વરસાદે તારાજી સર્જી છે. ભારે પવન અને કમોસમી વરસાદને કારણે રવિ પાકને ભારે નુકસાન થયું છે.ધોરાજી પંથકમાં માવઠાને કારણે ઘઉંના તૈયાર પાકને નુકસાન થયું છે. ખેડૂતોનું કહેવું છે કે ચોમાસુ પાકમાં અતિવૃષ્ટિને કારણે કપાસ અને મગફળીનું તૈયાર પાક ધોવાઈ ગયો હતો.બાદમાં ખેડૂતોએ સારા ભાવની આશાએ ચણા, જીરું, ઘાણા, ઘઉં, ડુંગળી સહિતના પાકોનું વાવેતર કર્યું હતું પણ પાક તૈયાર થઈ ગયો અને લણવાનો સમય આવ્યો ત્યારે ભારે પવન ફુંકાવવાને કારણે પાક ઢળી પડ્યો અને ખેડૂતોના મોઢા સુધી આવેલો કોળિયો છીનવાઈ ગયો. જેથી ખેડૂતોએ તાત્કાલિક સર્વે કરી નુકસાનીનું વળતર આપવા માગ કરી છે.

જસદણમાં પણ ખાબક્યો ધોધમાર વરસાદ

આ તરફ જસદણ પંથકમાં પણ ધોધમાર વરસાદ ખાબક્યો.જસદણના આટકોટ, વિરનગર, લીલાપુર સહિતના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ ખાબક્યો. વરસાદને પગલે રસ્તા પર વરસાદી પાણી વહેતા થયા હતા. તો બીજી તરફ કમોસમી વરસાદને કારણે ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું છે. ખેતરમાં તૈયાર પાકને નુકસાન થવાની ભીતિ છે. જેને લઇ ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.

આ પણ વાંચો: કચ્છમાં સતત બે દિવસથી માવઠા અને વાવાઝોડા જેવી સ્થિતિ, ગાંધીધામના પડાણા પાસે ચક્રવાતમાં મીલના પતરા ઉડ્યા, જુઓ Video

Follow Us:
આ રાશિના જાતકોને આજે વિદેશ મુસાફરીનો લાભ મળી શકે છે
આ રાશિના જાતકોને આજે વિદેશ મુસાફરીનો લાભ મળી શકે છે
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
g clip-path="url(#clip0_868_265)">