Gujarati Video: કેસર કેરીના પાક ઉપર માવઠાનો કહેર, આંબાના મોર ખરી પડ્યા

ખેડૂતોને આશા હતી કે આ વર્ષે સારી કમાણી થશે, પરંતુ કમોસમી વરસાદથી કેરીના પાકને નુકસાન પહોંચ્યું છે. કેરીનો પાક ઘટશે અને ભાવો ઊંચા જશે અને સાથે જ કેરી બજારમાં 15થી 20 દિવસ મોડી પહોંચશે. કુદરતી આફત સામે લાચાર ખેડૂતો તંત્ર સમક્ષ સહાયની માગ કરી રહ્યા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 19, 2023 | 8:51 PM

કુદરતની માર સામે ફરી એકવાર જગતનો તાત પરેશાન જોવા મળી રહ્યો છે. કેસર કેરી માટે જાણીતા એવા ગીર સોમનાથ જિલ્લામાં કરા અને ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે. ગીર ગઢડા, ઉના અને તાલાલામાં બપોર બાદ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો અને કરા અને પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો. આ વર્ષે ભારે માત્રામાં આંબાના બગીચામાં ફ્લાવરિંગ આવ્યું હતું.

ખેડૂતોને આશા હતી કે આ વર્ષે સારી કમાણી થશે, પરંતુ કમોસમી વરસાદથી કેરીના પાકને નુકસાન પહોંચ્યું છે. કેરીનો પાક ઘટશે અને ભાવો ઊંચા જશે અને સાથે જ કેરી બજારમાં 15થી 20 દિવસ મોડી પહોંચશે. કુદરતી આફત સામે લાચાર ખેડૂતો તંત્ર સમક્ષ સહાયની માગ કરી રહ્યા છે.

આંબે આવેલા મોર વરસાદ અને વાવાઝોડામાં ધોવાયા

જેમ સૌરાષ્ટ્રની કેરીને માવઠાંનો માર સહન કરવો પડ્યો છે. તે રીતે દક્ષિણ ગુજરાતમાં પણ તેમજ દેશભરમાં વખણાતી ગણદેવીની કેસર કેરીનો સ્વાદ પણ વાતાવરણને કારણે ફિક્કો પડી શકે છે. જ્યારે આંબે મોર આવ્યા, તે જ સમયે વરસાદ આવ્યો અને  કેરીના મોરનું ધોવાણ થયું હતું. કેરીના પાકને  કમોસમી ઝાપટાએ બરબાદ કરી નાખ્યો હતો.  આખું વર્ષ કેસરના ફળ જોવા રાહ જોતા ખેડૂતોની હાલત કફોડી બની ગઈ છે.

છેલ્લા ઘણા વર્ષોથી માવઠાંને કારણે કેસર કેરીને નુકસાન થઈ રહ્યું છે. પરિણામે કેરીને બજાર પહોંચવામાં પણ ઘણા દિવસો લાગી જાય છે. પાક ઘટે છે, જેથી કેરીની કિંમત પણ વધી જાય છે. જો કે, ખૂબ મહેનત બાદ પણ ખેડૂતને લાભ થાય તેવું કશું બચતું નથી. હવે ખેડૂતો સરકાર સામે સહાયની મીટ માંડીને બેઠાં છે.

તાલાલામાં વરસાદથી જગતનો તાત ચિંતિત

કમોસમી વરસાદથી ડુંગળી, તલ, જીરું, ઘઉં, ચણા, બાજરી, કેસર કેરીના પાકને ભારે નુકસાન થવાનો અંદાજ છે.આ સાથે કેસર કેરી માટે જાણીતા તાલાલા ગીરમાં પણ ધીમીધારે વરસાદ શરૂ થતા જગતનો તાત ચિંતિત જોવા મળી રહ્યો છે.

Follow Us:
ગુજરાતના 1100 મદ્રેસામાં સર્વે હાથ ધરાયો
ગુજરાતના 1100 મદ્રેસામાં સર્વે હાથ ધરાયો
નવસારીમાં મુકાયેલા પાલિકાના વોટર એટીએમ ભરઉનાળે ઠપ્પ
નવસારીમાં મુકાયેલા પાલિકાના વોટર એટીએમ ભરઉનાળે ઠપ્પ
ગુજરાતમાં હીટવેવ અને માવઠાની આગાહી
ગુજરાતમાં હીટવેવ અને માવઠાની આગાહી
ચારધામ યાત્રામાં અરાજકતાના કારણે સુરતના શ્રદ્ધાળુઓ અટવાઈ પડ્યા
ચારધામ યાત્રામાં અરાજકતાના કારણે સુરતના શ્રદ્ધાળુઓ અટવાઈ પડ્યા
ડેડીયાપાડા તાલુકા પંચાયતમાં મનસુખ વસાવાની હાજરીથી ચૈતર વસાવા ગિન્નાયા
ડેડીયાપાડા તાલુકા પંચાયતમાં મનસુખ વસાવાની હાજરીથી ચૈતર વસાવા ગિન્નાયા
આ ચાર રાશિના જાતકો આજે સ્વાસ્થ્યને લઈને રહે સાવચેત, જાણો કઈ છે રાશિ
આ ચાર રાશિના જાતકો આજે સ્વાસ્થ્યને લઈને રહે સાવચેત, જાણો કઈ છે રાશિ
રાજકોટમાં બસપોર્ટની લિફ્ટમાં ફસાયો યુવક, ફાયરવિભાગે કર્યુ રેસ્ક્યુ
રાજકોટમાં બસપોર્ટની લિફ્ટમાં ફસાયો યુવક, ફાયરવિભાગે કર્યુ રેસ્ક્યુ
ચોમાસામાં તમારા ઘર નજીક પાણી ભરાય તો ગટરના ઢાંકણા જાતે ખોલવાના રહેશે
ચોમાસામાં તમારા ઘર નજીક પાણી ભરાય તો ગટરના ઢાંકણા જાતે ખોલવાના રહેશે
રાજ્યમાં અમદાવાદ રહ્યુ સૌથી હોટેસ્ટ સિટી, આગામી પાંચ દિવસ ઓરેન્જ અલર્ટ
રાજ્યમાં અમદાવાદ રહ્યુ સૌથી હોટેસ્ટ સિટી, આગામી પાંચ દિવસ ઓરેન્જ અલર્ટ
વડોદરામાં RTOનું સર્વર ઠપ્પ થતા ધોમધખતા તાપમાં અરજદારો રઝળ્યા- Video
વડોદરામાં RTOનું સર્વર ઠપ્પ થતા ધોમધખતા તાપમાં અરજદારો રઝળ્યા- Video
g clip-path="url(#clip0_868_265)">