AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કચ્છમાં સતત બે દિવસથી માવઠા અને વાવાઝોડા જેવી સ્થિતિ, ગાંધીધામના પડાણા પાસે ચક્રવાતમાં મીલના પતરા ઉડ્યા, જુઓ Video

Kutch: કચ્છમાં સતત બે દિવસથી માવઠાની સ્થિતિ જોવા મળી રહી છે. જેમા ગઈકાલે કચ્છમાં ભારે વરસાદ સાથે કરા પડ્યા હતા. ત્યારે આજ સવારથી જ વાવાઝોડા જેવી સ્થિતિ સર્જાઈ છે અને તોફાની પવન ફુંકાઈ રહ્યા છે. જેમા ગાંધીધામના પડાણા પાસે તોફાની પવનમાં લાકડાની મીલના પતરાં ઉડી ગયા હતા. વીડિયોમાં જુઓ દૃશ્યો

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 19, 2023 | 10:18 AM
Share

કચ્છમાં છેલ્લા બે દિવસથી ભારે માવઠાની સ્થિતિ સર્જાઈ છે. ગઈકાલે પણ કચ્છ જિલ્લાના મોટાભાગના શહેરોમાં કરા સાથે વરસાદ પડ્યો હતો. જેમા રાપર, ગાગોદર, ગેડી, ભીમદેવકા, સુદાણા સહિતના ગામોમાં ભારે વરસાદ વરસ્યો હતો. બાદરગઢ અને નીલપર ગામમાં માવઠાની સ્થિતિ જોવા મળી છે. રાપરના અનેક ગામોમાં કરા સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો તો આજે સવારે ગાંધીધામના પડાણા પાસે ચક્રવાતમાં મીલના પતરા ઉડી ગયા હતા. દૃશ્યોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે તોફાની પવનમાં પતરા પણ ટકી શક્યા ન હતા પવનની સાથે ઉડી ગયા હતા.

આ તરફ કચ્છમાં શનિવારે બપોરે ભરઉનાળે ચોમાસા જેવો માહોલ જામ્ય હતો. ભારે વરસાદને પગલે રસ્તા પર નદીઓ પાણીની નદીઓ વહી હતી. કચ્છના મુખ્ય મથક ભુજમાં વરસાદની તોફાની ઈનિંગ જોવા મળી હતી અને 4 વાગ્યાથી 5-30 વાગ્યાની વચ્ચે બે ઇંચ વરસાદ વરસી ગયો હતો. ભુજમાં બે ઇંચ વરસાદથી બસ સ્ટેશન, વાણિયાવાડ ધનશ્યામ નગર સહીતના વિસ્તારમાં પાણી ભરાયા હતા તેમજ કચ્છના રાપરમાં તો કરાં પણ પડ્યા હતા .

ભુજના કોટાય ગામમાં બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ધોધમાર વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદને કારણે ગામની નદીઓમાં પણ વરસાદી પાણી વહેતા થયા હતા. તો બીજી તરફ લોડાઇ વિસ્તારમાં પણ કરા સાથે વરસાદ ખાબક્યો હતો. કમોસમી વરસાદને કારણે પાકને નુકસાન જવાની ભીતિ છે જેને કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.

આ પણ વાંચો: Gujarati Video : રાજ્યના 53 તાલુકાઓમાં છુટોછવાયો કમોસમી વરસાદ, ભુજમાં 2 ઈંચ અને પાટણમાં 3 ઇંચ વરસાદ ખાબક્યો

પાણીની ટાંકી તોડવા માટે ટાંકી ઉપર ચડ્યું JCB, જુઓ વીડિયો
પાણીની ટાંકી તોડવા માટે ટાંકી ઉપર ચડ્યું JCB, જુઓ વીડિયો
અમદાવાદના નામાંકિત દાસ ખમણને AMCએ માર્યું સીલ
અમદાવાદના નામાંકિત દાસ ખમણને AMCએ માર્યું સીલ
ડીસાના રામપુરમા 20 વર્ષથી પાકો રસ્તો જ નથી, નેતાઓ સામે રોષે ભરાયા લોકો
ડીસાના રામપુરમા 20 વર્ષથી પાકો રસ્તો જ નથી, નેતાઓ સામે રોષે ભરાયા લોકો
સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિ સૂર્ય-ચંદ્ર જેટલી અમર અને અમિટ છે
સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિ સૂર્ય-ચંદ્ર જેટલી અમર અને અમિટ છે
ગાંધીજીના નામથી એલર્જી હોવાથી ભાજપે મનરેગાનું નામ બદલી G RAM G કર્યું
ગાંધીજીના નામથી એલર્જી હોવાથી ભાજપે મનરેગાનું નામ બદલી G RAM G કર્યું
ભાજપના પ્રચાર પત્ર સાથે કવરમાં રૂપિયા અપાયાનો વીડિયો વાયરલ
ભાજપના પ્રચાર પત્ર સાથે કવરમાં રૂપિયા અપાયાનો વીડિયો વાયરલ
બહારનું ખાતા પહેલા ચેતજો! ઊંધિયું, જલેબી વેચતા વેપારીઓના ત્યાં ચેકિંગ
બહારનું ખાતા પહેલા ચેતજો! ઊંધિયું, જલેબી વેચતા વેપારીઓના ત્યાં ચેકિંગ
PM મોદીની ડિગ્રી મામલો, હાઈકોર્ટનો કડક અભિગમ, કેજરીવાલને લાગ્યો ઝટકો
PM મોદીની ડિગ્રી મામલો, હાઈકોર્ટનો કડક અભિગમ, કેજરીવાલને લાગ્યો ઝટકો
Breaking News :સુરતના હીરા દલાલે પૂરુ પાડ્યુ ઈમાનદારીનું ઉદાહરણ
Breaking News :સુરતના હીરા દલાલે પૂરુ પાડ્યુ ઈમાનદારીનું ઉદાહરણ
ખાદ્યતેલ ફરી બન્યું મોંઘું, સિંગતેલના ભાવમાં ભડકો, જુઓ Video
ખાદ્યતેલ ફરી બન્યું મોંઘું, સિંગતેલના ભાવમાં ભડકો, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">