Gujarati Video: ખાંભાના ડેડાણ ગામે દારૂ વેચનારાના નામ બોર્ડ પર લખાતા પોલીસની ખૂલી પોલ, ઠેર ઠેર દારૂની ભઠ્ઠીઓ ધમધમતી હોવાનો આરોપ
Amreli: અમરેલીના ખાંભા તાલુકાના ડેડાણ ગામમાં દારૂ વેચનારાના નામ બોર્ડ પર લખાતા પોલીસની પોલ ખૂલી છે. ગામમાં ઠેર ઠેર દારૂની રેલમછેલ થછથતી હોવાનો પણ આરોપ લાગ્યો છે. પોલીસની મહેરબાનીથી ઠેર-ઠેર દેશી દારૂની ભઠ્ઠીઓ ધમધમી રહી હોવાનો ઉલ્લેખ કરાયો છે.
Amreli: ખાંભા તાલુકાના ડેડાણ ગામમાં દારૂ વેચનારાના નામ બોર્ડ પર લખાતા પોલીસની કામગીરીની પોલ ખૂલી છે. ગામમાં પોલીસની મહેરબાનીથી દારૂની રેલમછેલ છે અને ઠેર ઠેર દેશી દારૂનવા ભઠ્ઠા ધમધમી રહ્યા હોવાનો ઉલ્લેખ કર્યો છે. દારૂ સાથએ સંકળાયેલા 10થી વધુ લોકોના નામ જાહેર બોર્ડ પર જાગૃત નાગરિક દ્વારા લગાવવામાં આવ્યા છે.
તમામ લોકો દારૂના વેપારીઓ હોવાનો ઉલ્લેખ કરી ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ કર્યા છે. ફોટો વાયરલ થયા બાદ ખાંભા પોલાસે માત્ર તપાસ કર્યાનો દાવો કર્યો છે. બોર્ડમાં જે લોકોના નામ લખેલા છે તેમાથઈ કેટલાક લોકો સામે પ્રોહિબિશનના ગુના નોંધાયા હોવાનું પણ આધારભૂત સૂત્રો જણાવી રહ્યા છે. અગાઉ પણ એક વર્ષ પહેલા ડેડાણ ગામમાં દારૂ વેચવાના બોર્ડ લાગ્યા હતા.
ડેડાણ ગામમાં દારૂ સાથે સંકળાયેલા 10 થી વધુ લોકોના નામો જાહેર કરાતા પોલીસની કામગીરી સામે પણ સવાલ ઉઠ્યા છે, આ નામો સામે આવતા પોલીસે તપાસ કરી રહી હોવાનો લુલો બચાવ કરી રહી છે.
ત્યારે સૌથી મોટો સવાલ એ છે કે ગામલોકોનો આરોપ છે કે ઠેર ઠેર દેશી દારૂની ભઠ્ઠીઓ ધમધમે છે તો એ કોની રહેમનજર હેઠળ ધમધમી રહી છે? એ ભઠ્ઠીઓ પર પોલીસ ક્યારે કાર્યવાહી કરશે? જે લોકોના નામ જાહેર કરાયા છે તેમની સાથે પોલીસની શું મિલિભગત છે કે ગામલોકોને જાણ હોય અને પોલીસને જાણ ન હોય તેમ તો કેમ માની લેવાય ?
આ પણ વાંચો : Amreli: ગેરકાયદે લાયન શો અને પજવણી કરાવનારા ચેતી જાય, 7 વર્ષ સુધીની થશે સજા, ધારી પૂર્વ DCFની કડક તાકીદ
Input Credit- Jaydev kathi- Amreli
અમરેલી સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો





