Gujarati Video: વિરમગામના હાથી તલાવડી વિસ્તારમાં પીવાના પાણી માટે વલખા મારવા પડે તેવી સ્થિતિ, ત્રણ દિવસથી નથી આવ્યુ પાણી

Ahmedabad: વિરમગામ શહેરના સ્થાનિકો જણાવે છે કે છેલ્લા ત્રણ દિવસથી તેમને પાણી મળ્યુ નથી. હવે તો પીવાના પાણી માટે પણ વલખા મારવી પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. સ્થાનિકો જણાવે છે કે હજુ તો ઉનાળો આવ્યો નથી ત્યાં પાણી માટેની મોકાણ શરૂ થઈ ગઈ છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 06, 2023 | 10:17 PM

વિરમગામ શહેરના વોર્ડ નંબર-1ના હાથી તલાવડી વિસ્તારમાં પીવાનું પાણી ન મળતા સ્થાનિકોને પારવાર મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે હજી તો ઉનાળાની શરૂઆત પણ નથી થઈ ત્યાં તંત્ર તરફથી પાણીકાપ મુકવાની શરૂઆત થઈ ગઈ છે. છેલ્લા પાંચ દિવસથી આ વિસ્તારમાં પીવાનું પાણી નહીં છોડાતા લોકોની મુશ્કેલી વધી છે.

ગટર ઉભરાવાની સમસ્યા બની માથાનો દુ:ખાવો

એક તરફ પીવાના પાણીની સમસ્યા છે, ત્યાં બીજી તરફ હાથી તલાવડી વિસ્તારમાં ભૂગર્ભ ગટરના પાણી ઉભરાવવાની પણ સમસ્યા લોકો માટે માથાના દુઃખાવા સમાન બની છે. સ્થાનિકોના કહેવા પ્રમાણે આ અંગે તેમણે નગરપાલિકા તંત્રને લેખિત અને મૌખિક ફરિયાદ કરી હોવા છતાં તંત્ર તરફથી કોઈ જ કામગીરી કરવામાં નથી આવી.

સ્થાનિક મહિલા જણાવે છે કે અમે લોકો એટલા સદ્ધર પણ નથી કે ઘરના ટાંકા હોય અને તેમાંથી પાણી વાપરી શકીએ. તેમને રોજે રોજ આવતા પાણી પર જ નિર્ભર રહેવુ પડે છે, ત્યારે તંત્ર દ્વારા કોઈ આગોતરી જાણ કર્યા વિના ત્રણ દિવસથી પાણી કાપ લગાવી દેવામાં આવ્યો છે. જેના કારણે સ્થાનિકોની મુશ્કલીનો કોઈ પાર રહ્યો નથી.

આ પણ વાંચો: Video: ધોરાજીના ખેડૂતોને ડુંગળીએ રાતા પાણીએ રડાવ્યા, ડુંગળીના ભાવમાં 50થી 70 રૂપિયાનો ઘટાડો નોંધાતા નિરાશા

તો બીજી તરફ ગટરની સમસ્યાએ પણ માઝા મુકી છે, ગટર ઉભરાવાની સમસ્યાને કારણે સમગ્ર હાથી તલાવડી વિસ્તારમાં ગટરના પાણી ભરાઈ ગયા છે. અન્ય એક સ્થાનિક મહિલા જણાવે છે કે બે ટાઈમ પાણી જોઈએ. છેલ્લા 3 દિવસથી પાણી ન મળતા પીવાના પાણીની પણ તંગી સર્જાઈ છે. હજુ તો ઉનાળો આવ્યો પણ નથી ત્યાં આ વિસ્તારમાં પાણીની મોકાણ શરૂ થઈ ગઈ છે.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">