Video: ધોરાજીના ખેડૂતોને ડુંગળીએ રાતા પાણીએ રડાવ્યા, ડુંગળીના ભાવમાં 50થી 70 રૂપિયાનો ઘટાડો નોંધાતા નિરાશા

Rajkot: ધોરાજીના ખેડૂતોને ડુંગળીના ભાવ ન મળતા રાતા પાણીએ રડવાનો વારો આવ્યો છે. રાજ્યમાં ડુંગળીનું મબલખ ઉત્પાદન થયુ છે પરંતુ યોગ્ય ભાવ ન મળતા ખેડૂતોને ભારે આર્થિક નુકસાની વેઠવાનો વારો આવ્યો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 04, 2023 | 9:58 PM

ડુંગળી આમ તો ગરીબોની કસ્તૂરી કહેવાય છે પણ ગરીબોની આ કસ્તૂરીએ ડુંગળીના ખેડૂતોને રાતા પાણીએ રડાવ્યા છે તેવું કહીએ તો ખોટું નહીં કહેવાય.. આવું એટલા માટે કારણકે રાજ્યમાં ડુંગળીનું મબલખ ઉત્પાદન થવાના કારણે ડુંગળીના ભાવમાં ભારે ઘટાડો નોંધાયો છે. આંકડાઓની વાત કરીએ તો એક વીઘામાં ડુંગળીના વાવેતરનો ખર્ચ 18થી 20 હજાર રૂપિયા જેટલો થાય છે. પરંતુ ડુંગળીનું મોટા પ્રમાણમાં વાવેતર થયું હોવાથી એક જ અઠવાડિયામાં પ્રતિમણ ડુંગળીના ભાવમાં 50થી 70 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે. એક અઠવાડિયા પહેલા જે ડુંગળી 250થી 300 રૂપિયાએ મળતી હતી, તેનો ભાવ આજે 200થી 250 થઈ ગયો છે.

ડુંગળીનું મોટા પ્રમાણમાં વાવેતર થયું હોવાથી ધોરાજી માર્કેટિંગ યાર્ડમાં દરરોજ 1500થી 2000 ગુણીની આવક થઈ રહી છે. ધોરાજી માર્કેટિંગ યાર્ડના વેપારીઓનું કહેવું છે કે ગુજરાત સહિત અન્ય રાજ્યોમાંથી પણ ડુંગળીની આવક થઈ રહી છે. આ સ્થિતિમાં ખેડૂતો સાથે વેપારીઓને પણ થોડાઘણા અંશે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. આ જ કારણ છે કે વેપારીઓ પણ સરકાર તરફથી મદદ મળે તેવી માગ કરી રહ્યા છે.

આ પણ વાંચો: Rajkot: ગોંડલ માર્કેટ યાર્ડમાં ડુંગળીની મબલખ આવક, 1 લાખથી વધુ ડુંગળીની ગુણીની આવક નોંધાઈ

આ તરફ ગોંડલ માર્કેટ યાર્ડમાં ડુંગળીની આવકમાં વધારો થયો છે. ગોંડલ માર્કેટ યાર્ડમાંથી ડુંગળીની આંતરરાજ્ય નિકાસ શરૂ કરવામાં આવી છે. ગોંડલ માર્કેટ યાર્ડના ઈતિહાસમાં પ્રથમ વખત ટ્રેન મારફતે ડુંગળી અન્ય રાજ્યમાં નિકાસ કરવામાં આવી છે. હાલમાં જ માલગાડીના 21 ડબ્બામાં 900 ટન ડુંગળીની નિકાસ કરવામાં આવી છે.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">