Gujarati Video : ધ્વનિ પ્રદુષણ અંગે હાઈકોર્ટની આકરી ટકોર, ફરિયાદને પોલીસ હળવાશથી ન લે, પાર્ટી પ્લોટ-કોમ્યુનિટી હોલના આયોજકો પોલીસને આપે માહિતી

Ahmedabad: ધ્વનિ પ્રદૂષણ અંગે ગુજરાત હાઈકોર્ટે લાલ આંખ કરતા રાજ્ય સરકારને કડક નિર્દેશ કર્યો છે કે પાર્ટી પ્લોટ- કોમ્યુનિટી હોલના સંચાલકો પણ પોલીસને પ્રસંગની જાણકારી આપે. ધ્વનિ પ્રદૂષણ થાય તો કડક કાર્યવાહી કરવા પણ ટકોર કરી છે.

Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 14, 2023 | 9:36 AM

ધ્વનિ પ્રદુષણને લઈને ગુજરાત હાઈકોર્ટનું કડક વલણ સામે આવ્યું છે. હાઈકોર્ટે લાલ આંખ કરતા રાજ્ય સરકારને મહત્વનો નિર્દેશ આપ્યો છે. હાઈકોર્ટે જણાવ્યું હતું કે, પાર્ટી પ્લોટ, કોમ્યુનિટિ હોલના સંચાલકોએ પ્રસંગની જાણકારી પોલીસને આપવાની રહેશે સાથે પોલીસને તે જાણકારી પણ આપવાની કે, પ્રસંગ કોનો છે. ધ્વનિ પ્રદુષણ થતું જણાય તો કડક કાર્યવાહી કરવાનું પણ સૂચન આપ્યું છે.

બીજી તરફ સરકારના એડવોકેટ જનરલે પણ કોર્ટમાં સ્વીકાર્યું હતુ કે, ધ્વનિ પ્રદુષણની સમસ્યા છે અને તેના કારણે લોકોને હાલાકીનો સામનો કરવા પડે છે. હાઈકોર્ટે પોલીસને ટકોર કરતા કહ્યું કે, પોલીસ ધ્વનિ પ્રદુષણની ફરિયાદને હળવાશથી ન લે. કોર્ટે પોલીસતંત્રને પણ યોગ્ય પગલા લઈ કડક કાર્યવાહી કરવાના આદેશ આપ્યા હતા. હાઈકોર્ટે સરકારને પણ આ સમસ્યાને લઈને જરૂરી કામગીરી માટે પ્રશાસન તત્કાલ પગલાં લે તેવો આદેશ આપ્યો છે.

આ પણ વાંચો: E-Challan: ગુજરાત હાઈકોર્ટમાં One Nation, One Challanને લઈને દાખલ થઈ અરજી, વાંચો શું છે કારણ અને ક્યા છે ખાસ મુદ્દા

આજનું રાશિફળ તારીખ : 15-11-2024
ટીમ ઈન્ડિયાના બે ખેલાડીઓ એકબીજા સાથે કરશે લગ્ન
શિયાળામાં ડ્રાય સ્કિન સહિતની આ 5 સમસ્યાઓથી મળશે છુટકારો, જાણો નુસખો
Video: ડિપ્રેશન કે થાક દૂર કરવાના આ ઉપાયથી તમને મળશે રાહત, જાણી લો
અનુષ્કા શર્માથી ઉંમરમાં નાનો છે વિરાટ કોહલી, જુઓ ફોટો
મુકેશ અંબાણીના આખા દેશમાંથી 80 રિલાયન્સના સ્ટોર્સ થશે બંધ ! જાણો કારણ

મસ્જિદોમાં લાઉડ સ્પીકરમાં વાગતી અજાન મુદ્દે પણ થઈ સુનાવણી

આ તરફ રાજ્યની મસ્જિદો પર લાઉડ સ્પીકરમાં વાગતી અજાન મુદ્દે હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સુનાવણી દરમિયાન હાઇકોર્ટે રાજ્ય સરકારને સવાલ કરતા કહ્યું કે મસ્જિદો પર લાઉડ સ્પીકરમાં વાગતી અજાન અંગે શું પગલા લીધા છે. સરકારે લીધેલા પગલા અંગે જવાબ રજૂ કરવામાં આવે. સાથે જ હાઇકોર્ટે રાજ્ય સરકારને આગામી 12 એપ્રિલ સુધી સોગંદનામું રજૂ કરવા આદેશ કર્યો છે. મસ્જિદો પર વાગતી અજાનને લઇ હાઇકોર્ટમાં જાહેરહીતની અરજી કરવામાં આવી હતી. જેમાં અજાનના કારણે લોકોને હાલાકી પડતી હોવાનો ઉલ્લેખ કરાયો હતો. બાળકો અને વૃદ્ધોને ભારે હાલાકી પડતી હોવાની પણ રજૂઆત કરવામાં આવી હતી.

દિલ્હીની જેમ અમદાવાદની હવામાં પણ ફેલાઇ રહ્યુ છે ઝેર
દિલ્હીની જેમ અમદાવાદની હવામાં પણ ફેલાઇ રહ્યુ છે ઝેર
ખ્યાતિ હોસ્પિટલના તબીબના 7 દિવસના રિમાન્ડ મંજૂર
ખ્યાતિ હોસ્પિટલના તબીબના 7 દિવસના રિમાન્ડ મંજૂર
આ રાશિના જાતકોને આજે વેપારમાં લાભના સંકેત
આ રાશિના જાતકોને આજે વેપારમાં લાભના સંકેત
સ્વેટર તૈયાર રાખજો ! ગુજરાતના આ જિલ્લાઓમાં ઠંડીની આગાહી
સ્વેટર તૈયાર રાખજો ! ગુજરાતના આ જિલ્લાઓમાં ઠંડીની આગાહી
બોપલ ખાતે હત્યાના બનાવ સંદર્ભે મૃતકના પિતા સાથે વિકાસ સહાયે વાત કરી
બોપલ ખાતે હત્યાના બનાવ સંદર્ભે મૃતકના પિતા સાથે વિકાસ સહાયે વાત કરી
ખ્યાતિ હોસ્પિટલના કડીમાં બે વર્ષથી હતા ધામા, અનેક લોકોના કર્યા ઓપરેશન
ખ્યાતિ હોસ્પિટલના કડીમાં બે વર્ષથી હતા ધામા, અનેક લોકોના કર્યા ઓપરેશન
ખ્યાતિ હોસ્પિટલમાં દર્દીઓને એન્જિયોપ્લાસ્ટી કરનાર ડોકટરની ધરપકડ
ખ્યાતિ હોસ્પિટલમાં દર્દીઓને એન્જિયોપ્લાસ્ટી કરનાર ડોકટરની ધરપકડ
વિદ્યાર્થી પ્રીયાંશું જૈનની હત્યા પૂર્વેના CCTV ફૂટેજ આવ્યા સામે
વિદ્યાર્થી પ્રીયાંશું જૈનની હત્યા પૂર્વેના CCTV ફૂટેજ આવ્યા સામે
દાહોદના સંજેલીના નાયબ મામલતદાર 5 હજારની લાંચ લેતા ઝડપાયા
દાહોદના સંજેલીના નાયબ મામલતદાર 5 હજારની લાંચ લેતા ઝડપાયા
ખનીજ માફિયા પર ખાણ-ખનીજ વિભાગની તવાઈ, કરોડોનો મુદ્દામાલ કર્યો જપ્ત
ખનીજ માફિયા પર ખાણ-ખનીજ વિભાગની તવાઈ, કરોડોનો મુદ્દામાલ કર્યો જપ્ત
g clip-path="url(#clip0_868_265)">