Gujarati Video : મસ્જિદોમાં લાઉડ સ્પીકર પર વાગતી અઝાન મુદ્દે હાઈકોર્ટમાં થઈ સુનાવણી, રાજ્ય સરકારને 12 એપ્રિલ સુધીમાં સોગંદનામું રજૂ કરવા આદેશ
Ahmedabad: રાજ્યની મસ્જિદોમાં લાઉડ સ્પીકર પર વાગતી અઝાન મુદ્દે હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. ગાંધીનગરમાં ગેરકાયદે મસ્જિદોનો મુદ્દો પણ અરજીમાં ઉઠાવાયો હતો. જેને લઈને અરજદાર અને વકીલને ધમકી મળી હતી.
રાજ્યની મસ્જિદો પર લાઉડ સ્પીકરમાં વાગતી અઝાન મુદ્દે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સુનાવણી દરમિયાન હાઇકોર્ટે રાજ્ય સરકારને સવાલ કરતા કહ્યું કે મસ્જિદો પર લાઉડ સ્પીકરમાં વાગતી અઝાન અંગે શું પગલા લીધા છે. સરકારે લીધેલા પગલા અંગે જવાબ રજૂ કરવામાં આવે. સાથે જ હાઇકોર્ટે રાજ્ય સરકારને આગામી 12 એપ્રિલ સુધી સોગંદનામું રજૂ કરવા આદેશ કર્યો છે. મસ્જિદો પર વાગતી અઝાનને લઇ હાઇકોર્ટમાં જાહેરહીતની અરજી કરવામાં આવી હતી. જેમાં અઝાનના કારણે લોકોને હાલાકી પડતી હોવાનો ઉલ્લેખ કરાયો હતો. બાળકો અને વૃદ્ધોને ભારે હાલાકી પડતી હોવાની પણ રજૂઆત કરવામાં આવી હતી.
ગેરકાયદે મસ્જિદો મુદ્દે અરજી કરનાર અને વકીલને મળી ધમકી
આ સાથે ગાંધીનગરમાં ગેરકાયદે મસ્જિદોનો મુદ્દો પણ અરજીમાં ઉઠાવાયો હતો. જેને લઇ અરજદાર અને તેના વકીલને ધમકી મળી હતી. જેથી અરજદારના સમર્થનમાં બજરંગ દળ આવ્યું હતું અને બજરંગ દળના સંયોજકને અરજદાર તરીકે જોડાવવા મંજૂરી માગી હતી. જેને હાઇકોર્ટે મંજૂરી આપી છે. મહત્વનું છે કે સાઉદી અરેબિયામાં મસ્જિદો પર લાઉડ સ્પીકરનો અવાજ ધીમો કરવાના આદેશ કરાયા છે. રમજાન દરમ્યાન અહીંની મસ્જિદો પર લાઉડ સ્પીકરનો અવાજ ધીમો કરાશે. સાથે અઝાનનું લાઈવ પ્રસારણ પણ નહીં થાય.
આ તરફ ધ્વનિ પ્રદુષણને લઈને ગુજરાત હાઈકોર્ટનું કડક વલણ સામે આવ્યું છે. હાઈકોર્ટે લાલ આંખ કરતા રાજ્ય સરકારને મહત્વનો નિર્દેશ આપ્યો છે.. હાઈકોર્ટે જણાવ્યું હતું કે, પાર્ટી પ્લોટ, કોમ્યુનિટિ હોલના સંચાલકોએ પ્રસંગની જાણકારી પોલીસને આપવાની રહેશે