Gujarati Video: ચોટીલામાં તબીબની ઘોર બેદરકારી, દાંતની સારવાર દરમિયાન બાળકના પેટમાં ગઈ સોય
Surendranagar: ચોટીલામાં તબીબની ગંભીર બેદરકારી સામે આવી છે. પરિવારજનોનો આક્ષેપ છે કે બાળકની દાંતની સારવાર દરમિયાન તબીબની બેદરકારીના કારણે પેટમાં સોય ગઈ હતી. જો કે તબીબે ઉડાઉ જવાબ આપી પોતાની જવાબદારીમાંથી છટકી જઈ હાથ અધ્ધર કરી લીધા અને સમગ્ર ઘટના માટે બાળકને જવાબદાર ગણાવ્યો.
Surendranagar: ચોટીલામાં એક તબીબની બેદરકારીને કારણે બાળકનો જીવ જઇ શકતો હતો. બાળકના દાંતની સારવાર દરમિયાન તબીબની બેદરકારીથી પેટામાં સોઇ ગઇ હોવાનો આક્ષેપ થયો છે. બાળકના પરિવારજનોએ તબીબ મિલી ગોધાણી પર ગંભીર આક્ષેપ લગાવ્યો છે. આક્ષેપ એવો છે કે ચોટીલામાં આવેલી મા દાંતની હોસ્પિટલમાં બાળકને દાંતની સારવાર માટે લઇ જવાયો હતો. દરમિયાન તબીબની બેદરકારીને કારણે પેટમાં રૂ સાથે સોઇ પણ જતી રહી હતી.
આ પણ વાંચો: સોમનાથ મહાદેવના દર્શનાર્થે પહોંચ્યા ISROના ચેરમેન એસ.સોમનાથ, જુઓ Video
તબીબે માત્ર પેટમાં રૂ જ ગયું હોવાનું જણાવ્યું. બાળકની માતાનો દાવો છે કે તેમને શંકા જતાં રાજકોટની હોસ્પિટલમાં એક્સરે કરાવ્યો હતો. જેમાં ડૉક્ટર મિલી ગોધાણીનો ફાંડ્યો ફૂટ્યો. એટલું જ નહીં આ અંગે તેમને જાણ કરતા ઉડાવ જવાબ આપ્યો હોવાનો આક્ષેપ છે. તો બીજી તરફ આટલી મોટી ભૂલ થઇ હોવા છતાં ડોક્ટર મિલિ ગોધાણીએ ઉડાઉ જવાબ આપી જવાબદારીમાંથી હાથ અધ્ધર કરી લીધા. અને સમગ્ર ઘટના માટે બાળકને જવાબદાર ગણાવ્યો.
સુરેન્દ્રનગર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
