ચંદ્રયાન-3ની સફળતા બાદ ઇસરોના ચેરમેન એસ.સોમનાથે મહાદેવને શીશ ઝુકાવ્યું. સોમનાથ મંદિરમાં ઇસરોના ચેરમેન એસ સોમનાથે મહાદેવને જળાભિષેક સાથે પૂજા અર્ચના કરી હતી. ચેરમેનનું સંસ્કૃત પાઠશાળાઓના ઋષિકુમારો દ્વારા મંત્રોચ્ચાર સાથે મંદિર પરિસરમાં સ્વાગત કરવામાં આવ્યું હતું. સાથે મંદિર પરિસરમાં ચાલી રહેલા મહા ગણેશ યજ્ઞમાં ભાગ લીધો હતો. એસ.સોમનાથે મહાદેવ પાસે ભવિષ્યના પ્રોજેક્ટ માટે આશીર્વાદ માગ્યા હતા.