Gujarati Video : મહાઠગ કિરણ પટેલની પત્ની સામે નોંધાયો છેતરપિંડીનો કેસ, આગોતરા જામીન માટે કરી અરજી
મહાઠગ કિરણ પટેલ અને તેની પત્ની વિરુદ્ધ છેતરપિંડીનો કેસ નોંધાયો છે. કિરણની પત્ની માલિની પટેલે કોર્ટમાં આગોતરા જામીનની અરજી કરી છે. ક્રાઈમ બ્રાંચે નોંધેલી ફરિયાદ બાદ માલિની પટેલના જામીન માટે હવાતિયાં છે. જેમાં માલિની અને કિરણ પટેલ સામે છેતરપિંડીનો કેસ નોંધાયો છે.
ગુજરાતી ઠગ કિરણ પટેલે જમ્મુ-કાશ્મીરના સરકારી અધિકારીઓને PMOના અધિકારી હોવાનુ કહીને છેતર્યા હોવાની એક ઘટના સામે આવી હતી. પરંતુ હવે સતત મહાઠગના કારનામા બહાર આવી રહ્યા છે. મહાઠગ કિરણ પટેલ અને તેની પત્ની વિરુદ્ધ છેતરપિંડીનો કેસ નોંધાયો છે.
આ પણ વાંચો : Breaking News: ઠગ કિરણ પટેલ સાથે ભાજપ નેતા અમિત પંડ્યાનું નામ આવતા ભાજપે અમિત પંડયા સાથે છેડો ફાડયો
કિરણની પત્ની માલિની પટેલે કોર્ટમાં આગોતરા જામીનની અરજી કરી છે. ક્રાઈમ બ્રાંચે નોંધેલી ફરિયાદ બાદ માલિની પટેલના જામીન માટે હવાતિયાં છે. જેમાં માલિની અને કિરણ પટેલ સામે છેતરપિંડીનો કેસ નોંધાયો છે. જો માલિની પટેલને પકડવામાં પોલીસ સફળ થશે તો મહાઠગ કિરણ પટેલના ઘણા મહત્વના ખુલાસા થઈ શકશે.
મહાઠગ કિરણ પટેલનું વધુ એક કારસ્તાન
મહાઠગ કિરણ પટેલનું વધુ એક કારસ્તાન પોલીસ ચોપડે નોંધાયું છે. જેમાં રીનોવેશન નામે બંગલો પચાવી પાડવાના ષડ્યંત્ર રચ્યું હતું. જયારે ભોગ બનારએ કિરણ પટેલ પાછળ રાજકીય પીઢબળ હોવાનો આરોપ લગાવ્યો છે. જેમાં ઝેડ પલ્સ સિક્યુરિટી મેળવીને જમ્મુ પોલીસને ગેરમાર્ગે દોરનાર મહા ઠગ કિરણ પટેલને વધુ એક કારસ્તનો પર્દાફાશ થયો છે. જેમાં કિરણ અને તેની પત્ની માલિનીએ મિત્રતા કેળવણીને 15 કરોડનો બંગલો પચાવવાનો પ્રયાસ કર્યો હતો.
ઘટના કઈક એવી છે કે જમીન લે વેચનો વ્યવસાય કરતા જગદીશ ચાવડાને મહાઠગ કિરણ પટેલએ PMOના ક્લાસવન ઓફિસરની ઓળખ આપીને પોતે ટી પોસ્ટ કંપનીમાં ભાગીદાર હોવાનું અને પ્રોપટી લે વેચ કામ કરતો હોવાનો વિશ્વાસ કેળવ્યો હતો.