Gujarati Video: એઈમ્સના પૂર્વ ડાયરેક્ટર ડૉ. રણદીપ ગુલેરિયાએ TV9 ગુજરાતી સાથે કરી ખાસ વાતચીત, H3N2 વાયરસને લઈને આપી મહત્વની જાણકારી

Jignesh Patel

|

Updated on: Mar 19, 2023 | 5:15 PM

Ahmedabad: દિલ્હી એઈમ્સના પૂર્વ ડાયરેક્ટર ડૉ. રણદીપ ગુલેરિયાએ TV9 ગુજરાતી સાથે ખાસ વાતચીત કરી. ડૉ. ગુલેરિયાએ H3N2 વાયરસને લઈને જણાવ્યુ કે આ કોઈ નવો વાયરસ નથી. પરંતુ સદીઓથી આપણી વચ્ચે છે અને આગામી સમયમાં પણ રહેશે.

દિલ્હી AIIMSના પૂર્વ ડાયરેક્ટર ડૉ. રણદીપ ગુલેરિયા આજે અમદાવાદની મુલાકાતે હતા. આ દરમિયાન તેમણે TV9 ગુજરાતી સાથે ખાસ વાતચીત કરી હતી. આ દરમિયાન તેમણે રાજ્યમાં યુવાનોમાં વધતા હાર્ટ એટેકના કેસ, કોરોના અને H3N2 વાયરસ મુદ્દે મહત્વપૂર્ણ જાણકારી આપી હતી. હાલ રાજ્યમાં કોરોનાની સાથે સાથે H3N2 વાયરસના કેસો વધી રહ્યા છે. જેને લઈને આરોગ્ય વિભાગ પણ એલર્ટ છે. અમદાવાદની સિવિલ અને એસવીપી હોસ્પિટલમાં H3N2ની ટેસ્ટ કિટ ઉપલબ્ધ કરાવાઈ છે તો આગામી સપ્તાહે સોલા સિવિલમાં પણ ટેસ્ટ કિટ આવી જશે.

H3N2 વાયરસ કોઈ નવો વાયરસ નથી, પરંતુ સદીઓથી આ વાયરસ લોકોની વચ્ચે છે- ડૉ રણદીપ ગુલેરિયા

ત્યારે આ અંગે AIIMSના પૂર્વ ડાયરેક્ટર ડૉ. રણદીપ ગુલેરિયાએ કહ્યું કે, H3N2 વાયરસ કોઈ નવો વાયરસ નથી, પરંતુ સદીઓથી આ વાયરસ લોકોની વચ્ચે છે અને આગામી સમયમાં પણ રહેશે. ડૉ. ગુલેરિયાના કહેવા મુજબ H3N2 વાયરસ જીવનભર લોકોની વચ્ચે રહેશે. H3N2 કોઈ નવો વાયરસ નથી.

વર્ષોથી આ વાયરસ પણ લોકોની વચ્ચે છે. જોકે હાલ બેવડી ઋતુ વચ્ચે તેના કેસો વધી રહ્યા છે. આ તરફ તેમણે યુવાનોમાં વધતા હાર્ટ એટેકના કિસ્સાઓને લઈને પ્રતિક્રિયા આપતા કહ્યું કે, યુવાઓમાં હાર્ટ એટેકના કેસ વધે છે. તેના પર સંશોધનની જરૂર છે. વળી વેક્સિનના કારણે આવા કેસ વધે છે. તેના કોઈ પુરાવા નથી, પરંતુ તેના પર રિસર્ચ થવું જોઈએ.

આ પણ વાંચો: Gujarati Video: રાજ્યમાં H3N2 વાયરસ અંગે આરોગ્ય પ્રધાને આપી જાણકારી, ગુજરાતમાં એકપણ મૃત્યુ H3N2થી નથી થયા

Follow us on

Click on your DTH Provider to Add TV9 Gujarati