Gujarati Video: રાજ્યમાં H3N2 વાયરસ અંગે આરોગ્ય પ્રધાને આપી જાણકારી, ગુજરાતમાં એકપણ મૃત્યુ H3N2થી નથી થયા

Gandhinagar: રાજ્યમાં H3N2 વાયરસ અંગે આરોગ્ય પ્રધાને વિધાનસભા ગૃહમાં જણાવ્યુ છે કે ગુજરાતમાં એકપણ મૃત્યુ H3N2થી નથી થયા. વડોદરામાં જે મૃત્યુ થયુ તે ઈન્ફ્લુએન્જઝાને કારણે થયુ છે. વધુમાં આરોગ્યમંત્રીએ ઉમેર્યુ કે કોરોના અને નવા વાયરસના લક્ષણો એક સમાન છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 18, 2023 | 9:32 AM

રાજયમાં H3N2 વાયરસને પહોંચી વળવા રાજય સરકાર એકશનમાં આવી ગઈ છે. H3N2 વાયરસ અંગે આરોગ્ય પ્રધાને કહ્યું, ગુજરાતમાં એકપણ મૃત્યુ H3N2થી થયા નથી. વડોદરામાં થયેલ મૃત્યુ પણ ઇન્ફ્લ્યુએન્ઝાના કારણે થયું છે. માર્ચના અંત સુધીમાં વાયરસ પર કાબૂ મેળવી લેવાશે તેવો રાજય સરકારનો દાવો છે. વધુમાં આરોગ્ય પ્રધાને કહ્યું,સિવિલ, જનરલ હોસ્પિટલોમાં આઇસોલેશન વોર્ડ, જરૂરી દવા, પીપીઇ કીટનો જથ્થો પહોંચાડી દીધો છે.

કોરોના અને નવા વાયરસના લક્ષણો એક સમાન છે…વાયરસના લક્ષણો દેખાય તો પહેલા કોવીડનો ટેસ્ટ કરવા પ્રધાને અપીલ કરી હતી. કોવિડના નવા કેસો આવી રહ્યા છે તે વાયરસનું વેરિયન્ટ છે.

રાજય સરકારે રોગચાળા સામે તૈયારીના ભાગરૂપે ઇન્ટિગ્રેટેડ ડીસીઝ સર્વેલન્સ પ્રોજેકટ અમલમાં મુકયો છે. તમામ સીઝનલ ફલૂ કેસોની નામ સાથેની વિગતો GERMIS પોર્ટલ પર મોનીટરીંગ થાય છે. રાજ્યમાં WHO અને કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયની અમલવારી શરૂ થઈ ગઈ છે2 લાખ 74 હજાર 400 જેટલો જથ્થો વેરહાઉસમાં રિઝર્વ કરાયો છે.

રાજ્યમાં કોરોનાના 521 એક્ટિવ કેસ

રાજ્યમાં  કોરોનાના કેસની જો વાત કરીએ તો રાજ્યમાં 17 માર્ચના રોજ કોરોનાના નવા 121 કેસ નોંધાયા છે. જેમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યાએ 500ને પાર પહોંચી છે. એક્ટિવ કેસની સંખ્યા 521 થઈ છે. જેમાં અમદાવાદમાં 49, રાજકોટમાં 12, સુરતમાં 12, મહેસાણામાં 11, રાજકોટમાં જિલ્લામાં 07, સાબરકાંઠામાં 06, વડોદરામાં 04, ભાવનગરમાં 03, સુરત જિલ્લામાં 03, વલસાડમાં 03, બનાસકાંઠામાં 02, ભરૂચમાં 02, ગાંધીનગરમાં 02, સુરેન્દ્રનગરમાં 02, દાહોદમાં 01, નવસારીમાં 01 અને પોરબંદરમાં 01 કેસ નોંધાયો છે.

આ પણ વાંચો: Ahmedabad: અનિવાર્યતા જણાશે તો H3N2ના દર્દીઓનું જીનોમ સિકવન્સિંગ કરાશે, ફ્લૂના લક્ષણો પારખીને કરવામાં આવે છે સારવાર

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">