AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarati Video : વેજલપુરમાં ફ્લેટ ધરાશાયી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને ઘટના સ્થળની મુલાકાત લીધી

Gujarati Video : વેજલપુરમાં ફ્લેટ ધરાશાયી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને ઘટના સ્થળની મુલાકાત લીધી

TV9 Gujarati
| Edited By: | Updated on: May 12, 2023 | 6:59 AM
Share

સોનલ સિનેમા રોડ પર યાસ્મીન અને નવસાદ સોસાયટી પાસેનો આ સમગ્ર બનાવ છે. ત્રણ માળનો ગોલ્ડ ફ્લેટ થયો ધરાશાયી થયો હતો . ફ્લેટ ધરાશાયી થતા ચાર જેટલા લોકો દટાયા હોવાની પણ માહિતી મળી હતી. જો કે ફાયર બ્રિગેડની ચારથી વધુ ગાડી ઘટના સ્થળે પહોંચી રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું.

અમદાવાદના(Ahmedabad)વેજલપુર (Vejalpur)વિસ્તારનો આ બનાવ છે. સોનલ સિનેમા રોડ પર ત્રણ માળના ગોલ્ડ નામનો ફ્લેટ ગુરુવારે મોડી સાંજે ધરાશાયી થયો . આ ઘટનાની જાણ ફાયર બ્રિગેડને કરાતા ફાયર બ્રિગેડની ટીમ 4 થી વધુ ગાડી સાથે ઘટના સ્થળ પર પહોંચી હતી. જો કે આ ઘટનામાં કોઇ જાનહાનિ થઈ ન હતી. આ ઘટનાની જાણ થતાં જ અમદાવાદ કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટ પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. તેમજ સમગ્ર ઘટનાની જાત માહિતી મેળવી હતી.

સોનલ સિનેમા રોડ પર યાસ્મીન અને નવસાદ સોસાયટી પાસેનો આ સમગ્ર બનાવ છે. ત્રણ માળનો ગોલ્ડ ફ્લેટ થયો ધરાશાયી થયો હતો . ફ્લેટ ધરાશાયી થતા ચાર જેટલા લોકો દટાયા હોવાની પણ માહિતી મળી હતી. જો કે ફાયર બ્રિગેડની ચારથી વધુ ગાડી ઘટના સ્થળે પહોંચી રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું. આસપાસના સ્થાનિકો પણ આ રેસ્કયુ ઓપરેશનમાં જોડાયા હતા. જે બાદ તમામ લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા.

છેલ્લા કેટલાય સમયથી આ ઇમારતમાં તિરાડો પડી હતી. જેને લઈ લોકોએ અહીથી સ્થળાંતર કર્યું હતું. લગભગ 50 થી 60 વર્ષ જૂની આ ઇમારત હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. મહત્વનુ છે કે ઘટના સ્થળ પર પોલીસની ટીમ પણ તૈનાત કરી દેવામાં આવી છે. આજે સવારે કેટલાક લોકોએ આ મકાન ખાલી કર્યું હોવાનું પણ સામે આવી રહ્યું છે. જોકે આ ગોલ્ડ નામના ફ્લેટમાં 4 જેટલા લોકો હતા.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Published on: May 12, 2023 06:45 AM
g clip-path="url(#clip0_868_265)">