Gujarati Video: દાહોદમાં નક્લી શેમ્પુ બનાવતી ફેક્ટરી, ઉત્તરપ્રદેશના 8 આરોપી ઝડપાયા

Gujarati Video: દાહોદમાં નક્લી શેમ્પુ બનાવતી ફેક્ટરી, ઉત્તરપ્રદેશના 8 આરોપી ઝડપાયા

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 10, 2023 | 12:10 AM

Dahod: દાહોદમાં નક્લી શેમ્પુ બનાવતી ફેક્ટરી ઝડપાઈ છે. A ડિવિઝન પોલીસે બાતમીને આધારે દરોડા કરતા બ્રાન્ડેડ કંપનીની ખાલી બોટલમાં કેમિકલવાળુ નક્લી શેમ્પુ ભરી વેચતા હોવાનું સામે આવ્યુ છે. પોલીસે આ ભેળસેળ કરી લોકોને ઠગતા ઉત્તરપ્રદેશના 8 આરોપીને ઝડપી લીધા છે. 

Dahod: દાહોદમાં નકલી શેમ્પુ બનાવતી મીની ફેક્ટરી ઝડપાઈ છે. એ ડીવીઝન પોલીસે દરોડા દરમિયાન નકલી શેમ્પુ બનાવનાર ઉત્તરપ્રદેશના 8 આરોપીની ધરપકડ કરી છે. આર્થિક ફાયદા માટે બ્રાન્ડેડ કંપનીની ખાલી બોટલોમાં કેમીકલવાળું શેમ્પુ ભરીને વેચાણ કરતા હતા. આરોપીઓ અમદાવાદ, ગાંધીધામ, અંજાર અને ગાંધીનગર જેવા જિલ્લામાં નકલી માલ વેચ્યો હોવાનો ખુલાસો થયો.
શહેરના સ્મશાન રોડ પર આવેલા મકાનમાં નકલી શેમ્પુ બનાવતા હોવાની જાણ થતા પોલીસે દરોડા પાડયા હતા. જયાં હિન્દુસ્તાન લીવર પ્રાઈવેટ લીમીટેડ કંપનીના કલીનીક પ્લસ, સનસીલ્ક જેવી બ્રાન્ડેડ કંપનીના બોટલોમાં નકલી શેમ્પુ ભરીને વેચાણ કરતા. પોલીસે ઘટનાસ્થળ પરથી ખાલી શેમ્પુની બોટલો, ડોલમાં રાખેલ ડુપ્લિકેટ શેમ્પુનો જથ્થો, મીઠાની થેલીઓ સહિત કુલ બે લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસે આરોપીઓ વિરુદ્ધ છેતરપિંડી અને કોપીરાઈટ્સ સહિતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
નકલી ફેકટરી ચલાવનાર કંપનીનો માલિક આગરાના ઇસ્લામ નગરનો રહેવાસી છે..માલિક ફેકટરીનું સંચાલન આગરાથી કરતો હતો. વિવિધ શહેરોમાં નજીવા ભાવે નકલી શેમ્પુનું વેચાણ કરતા હોવાનું પોલીસ તપાસમાં ખૂલ્યું. કેમિકલ અને ચિકાસ માટે મીઠું નાખી નકલી શેમ્પૂ બનાવતા હોવાનું પર્દાફાશ થયો છે.

દાહોદ સહિત  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">