Ahmedabad: લોકસભા પૂર્વે ગુજરાતમાં કોંગ્રેસને મજબુત કરવા કવાયત, પ્રદેશ પ્રભારીએ એક મહિનામાં સંગઠનમાં નિમણૂકો પૂર્ણ કરવા આપ્યો આદેશ
Ahmedabad: લોકસભા ચૂંટણી પૂર્વે કોંગ્રેસે કવાયત શરૂ કરી છે. ગુજરાતમાં કોંગ્રેસને મજબુત કરવાના નિર્ધાર સાથે કોગ્રેસના ફ્રન્ટલ ઓર્ગેનાઈઝેશનના સંગઠનમાં એક મહિનામાં નિમણૂકો પૂર્ણ કરવા પ્રદેશ પ્રભારી મુકુલ વાસનિકે સૂચના આપી છે. કોંગ્રેસના SC-ST મોરચા, લીગલ સેલ સહિતના ફ્રન્ટલ ઓર્ગેનાઈઝેશનના વડા સાથે વાસનિકે બેઠક યોજી હતી. જેમા આગામી ત્રણ મહિનાના કાર્યક્રમો અને રોડમેપ રજૂ કરવા અંગે પણ સૂચના આપવામાં આવી હતી.
Ahmedabad: ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રભારી મુકુલ વાસનીક 2 દિવસના ગુજરાત પ્રવાસે પહોંચ્યા છે ત્યારે સંગઠનના પ્રદેશ કાર્યાલયે બેઠકોનો દોર ચાલ્યો હતો. કોંગ્રેસના ફ્રન્ટલ ઓર્ગેનાઇઝેશન અને સેલ ના વડાઓ સાથેની બેઠકમાં સ્થાનિક મુદ્દાઓને લઈ કાર્યક્રમો આપવા સૂચના અપાઈ તો કોર કમિટીમાં લોકસભા ચૂંટણીની તૈયારીઓ અને વહેલી તકે સંગઠનમાં બાકી નિમણુંકો પૂર્ણ કરવા ચર્ચા કરાઈ.
આગામી ત્રણ મહિનાના કાર્યક્રમોનો રોડમેપ રજૂ કરવા સૂચના અપાઈ
લોકસભા ચૂંટણી પૂર્વે કોંગ્રેસનો રોડમેપ અને સંગઠન પૂર્ણ કરવાની કવાયતના ભાગરૂપે પ્રદેશ પ્રભારી મુકુલ વાસનીક બે દિવસના ગુજરાત પ્રવાસે પહોંચ્યા છે. પ્રદેશ કાર્યાલયે કોંગ્રેસના NSUI, યુથ કોંગ્રેસ, મહિલા કોંગ્રેસ, ઓબીસી, એસસી-એસટી મોરચો, લીગલ સેલ સહિતના ફ્રન્ટલ ઓર્ગેનાઇઝેશનના વડાઓ સાથે બેઠક યોજાઇ. જેમાં વિભાગોના સંગઠનમાં બાકી રહેલ નિમણૂકો એક મહિનામાં પૂર્ણ કરવાની સૂચના આપવામાં આવી. આ સિવાય આગામી ત્રણ મહિનામાં ઓર્ગેનાઇઝેશન તેમજ વિભાગો અને સેલ દ્વારા સ્થાનિક મુદ્દાઓને લઈ કાર્યક્રમો અને રોડમેપ રજૂ કરવાની સૂચના આપવામાં આવી. તમામ મોર્ચાઓને લોકસભા ચૂંટણી પૂર્વે તાલીમ આપવાની પણ સૂચના આપવામાં આવી.
આ પણ વાંચો: G20 Summit: જો બાઇડનની મુલાકાત ભારત માટે શુભ સંકેત, હટશે ઘણા પ્રતિબંધો, અમેરિકી સંસદમાં રજૂ થયો આ કાયદો
સંગઠનમાં નિમણુંકો પૂર્ણ કરવા સૂચના
શનિવારે બપોર બાદ કોંગ્રેસની કોર કમિટી બેઠક મળી હતી. જેમાં લોકસભા ચૂંટણી પૂર્વે સંગઠનના કાર્યક્રમો અને તૈયારીઓને લઈ ચર્ચા કરવામાં આવી. કોર કમિટીના સભ્યો જિલ્લા-લોકસભા દીઠ જવાબદારી લે અને વિષયદીઠ વર્કિંગ ગૃપ જલ્દી તૈયાર કરવા ચર્ચા કરાઈ. આ સિવાય પ્રદેશ સંગઠનમાં ખાલી પડેલ જગ્યા બને એટલી વહેલી ભરવા અને સક્રિય રહી શકે એવા જ લોકોને જવાબદારી આપવા માટે નિર્ણય લેવાયો. અમદાવાદ પહોંચેલા મુકુલ વાસનિકે જણાવ્યું કે કોંગ્રેસે ગુજરાતમાં ગુમાવેલ રાજકીય જમીન પરત મેળવવા અમે કટિબદ્ધ છીએ અને ટીમ કોંગ્રેસ બની સાથે કામ કરી રહ્યા છીએ. સંગઠનમાં જ્યાં જરૂર છે ત્યાં બદલાવ કરાશે અને સક્રિય સભ્યો સાથે લોકસભા ચૂંટણી માટે આગળ વધીશું.
અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો