Gujarati Video: શિક્ષણમંત્રી કુબેર ડીંડોરનો અનોખો અંદાજ, ખાખરાના પાનમાં ભોજન લઈ લુપ્ત થતી જૂની પરંપરાને જીવંત રાખવાનો આપ્યો સંદેશ
Dahod: રાજ્યના શિક્ષણમંત્રી કુબેર ડીંડોરની દાહોદમાં અનોખી મહેમાનગતિ કરવામાં આવી. આ દરમિયાન શિક્ષણમંત્રીનો અનોખો અંદાજ જોવા મળ્યો. મંત્રી કુબેર ડીંડોરે ખાખરાના લીલા પાનમાં ભોજન લીધુ હતુ અને કરાવ્યુ હતુ અને લુપ્ત થતી વર્ષો જૂની પરંપરાને જીવંત રાખવાનો સંદેશ આપ્યો.
Dahod: માનગઢ ખાતે એક કાર્યક્રમમાં શિક્ષણમંત્રી કુબેર ડીંડોર હાજરી આપવા પહોંચ્યા હતા. આ કાર્યક્રમમાં શિક્ષણ પ્રધાન આદિવાસી સમાજની રોજગારીને ઉજાગર કરતા દેખાયા. શિક્ષણમંત્રીએ ખાખરાના ઝાડના લીલા પાનમાં ભોજન લીધું. આવું કરવા પાછળનું એક કારણ હતું. દાહોદના એવા હજારો આદિવાસી પરિવારો છે જે ખાખરાના પાનના પડીયા અને પતરાળા બનાવી રોજગારી મેળવે છે.
આદિવાસી સમાજના લોકો સાથે બેસીને ખાખરાના પાનમાં ભોજન લઈને તેમણે એ દર્શાવવનો પ્રયત્ન આદિવાસી સમાજની રોજગારીને પ્રોત્સાહન આપવાનો હતો. સાથે જ શિક્ષણમંત્રીએ ABVPના વિદ્યાર્થીઓને પણ ખાખરાના પાનમાં ભોજન કરાવ્યું.
આ પણ વાંચો : Gujarati Video: સિંહ ગર્જના ડી-લિસ્ટિંગની મહારેલીમાં જોડાવા માટે દાહોદથી મોટી સંખ્યામાં લોકો અમદાવાદ જવા રવાના
એક મંત્રી કે એક નેતા કેવો હોવો જોઈએ. એવો જે પ્રજા વચ્ચે જાય, તેમની સમસ્યાઓને જાણે અને તેનું સમાધાન કરે. ગુજરાત રાજ્યના શિક્ષણમંત્રી કુબેર ડિંડોરની આવી જ એક અનોખી ઓળખ આદિવાસી સમાજ સહિત રાજ્યભરમાં છે અને આ જ છબીને તેમણે ફરી ઉજાગર કરી છે અને તેમનો એક નવો અંદાજ પણ જોવા મળ્યો.
દાહોદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો