Gujarati Video : નર્મદા પરિક્રમા માટે શ્રદ્ધાળુઓનો ભારે ઘસારો, તિલકવાડામાં સર્જાઈ અવ્યવસ્થા
દર ચૈત્ર મહિનામાં શ્રદ્ધાળુઓ દ્વારા ઉતરવાહીની નર્મદા પરિક્રમા કરવામાં આવે છે. આ પરિક્રમામા તિલકવાડાથી નદી પાર કરવા શ્રદ્ધાળુઓની પડાપડી કરતા જોવા મળી રહી છે. ધાર્યા કરતા શ્રધ્ધાળુઓની સંખ્યા વધી જતાં અવ્યવસ્થા સર્જાઈ છે.
વિશ્વમાં નર્મદા નદી જ માત્ર એક એવી નદી છે, જેની વિધીવત પરિક્રમા યુગોથી કરવામાં આવે છે. આ વખતે નર્મદા પરિક્રમા માટે શ્રદ્ધાળુઓનો ભારે ઘસારો જોવા મળી રહ્યો છે. દર ચૈત્ર મહિનામાં શ્રદ્ધાળુઓ દ્વારા ઉતરવાહીની નર્મદા પરિક્રમા કરવામાં આવે છે. આ પરિક્રમામા તિલકવાડાથી નદી પાર કરવા શ્રદ્ધાળુઓની પડાપડી કરતા જોવા મળી રહી છે. ધાર્યા કરતા શ્રધ્ધાળુઓની સંખ્યા વધી જતાં અવ્યવસ્થા સર્જાઈ છે. રામપુરાથી તિલકવાડા થઈને ફરી રામપુરા સુધી આ પરિક્રમા કરવાની હોય છે. જોકે તંત્ર દ્વારા અહીં નાવડીઓની વ્યવસ્થા કરી છે, પણ શ્રધ્ધાળુઓની સંખ્યા સામે નાવડીની સંખ્યા ઓછી હોવાને કારણે અવ્યવસ્થા સર્જાઈ છે.
આ પણ વાંચો : Breaking News: નર્મદાના કેવડિયામાં આવ્યો ભૂકંપ, બપોરે 3.40 કલાકે અનુભવાયા આંચકા
11 વર્ષીય પિયુષે કરી નર્મદા પરિક્રમા
મધ્યપ્રદેશનો રહેવાસી 11 વર્ષીય પિયુષે તેમના દાદા-દાદી સાથે પરિક્રમાની શરુઆત કરી હતી. નર્મદા પરિક્રમામા તે તેના દાદ-દાદીનો સહારો બન્યો હતો. પરિક્રમાની શરુઆત પિયુષે તેના દાદા-દાદી સાથે કરી હતી. તેને ઓમકારેશ્વરથી નર્મદાની પરિક્રમાની શરૂઆત કરી હતી. જે લગભગ 3,600 કિલોમીટર અત્યંત કઠોર પરિક્રમા છે. પિયુષ ધોરણ- 5માં અભ્યાસ કરે છે જ્યારે તે તેના શાળા શિક્ષક પાસે રજાની માગણી કરવામાં આવી તે સમય પહેલા તો શિક્ષક મુંઝવણમાં પડ્યા હતાં, પરંતુ પિયુષના આત્મ વિશ્વાસને જોઇને તેને 3 મહિનાથી રજા આપી હતી.

લુખ્ખા તત્વો પર વડોદરા પોલીસની તવાઈ, 7 ગેરકાયદે બાંધકામ તોડ્યા

પ્રદૂષિત પાણીનો મુદ્દો ઉછળતા મનપાની સામાન્ય સભામાં થયો હોબાળો

દેવદૂત બની ખાખી ! આપઘાત કરવા નીકળેલા પરિવારનો પોલીસે જીવ બચાવ્યો

કરોડોના GST કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ, 3 દિવસના રિમાન્ડ મંજુર
