Gujarati Video : પાંડેસરામાં યુરિયા ખાતર સગેવગે કરવાના મુદ્દે ક્રાઈમ બ્રાન્ચે 2 આરોપીની કરી ધરપકડ, Videoમાં કેદ થયા દ્રશ્યો
ક્રાઈમ બ્રાન્ચે રાધે-રાધે ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ મિલના માલિક સત્યેન્દ્રસિંહ રાજપૂત અને રીયાઝ ઈબ્રાહિમ વ્હોરાની ધરપકડ કરી છે. મહત્વપૂર્ણ છે કે મિલ-માલિકો વિરુદ્ધ 6 ફેબ્રુઆરીએ પાંડેસરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી.
સુરતના પાંડેસરામાં સબસિડીયુકત નીમ કોટેડ યુરિયા ખાતર સગેવગે કરવાના મુદ્દે ક્રાઈમ બ્રાન્ચે બે મિલ-માલિકોની ધરપકડ કરી છે. ક્રાઈમ બ્રાન્ચે રાધે-રાધે ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ મિલના માલિક સત્યેન્દ્રસિંહ રાજપૂત અને રીયાઝ ઈબ્રાહિમ વ્હોરાની ધરપકડ કરી છે. મહત્વપૂર્ણ છે કે મિલ-માલિકો વિરુદ્ધ 6 ફેબ્રુઆરીએ પાંડેસરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. આરોપીઓ સબસિડીયુક્ત નીમ કોટેડ યુરિયા ખેતીમાં વપરાશ કરવાના બદલે અન્ય ઔદ્યોગિક વપરાશ હેતુ ઉપયોગમાં લેતા હોય તેવું સામે આવ્યું હતું.
સુરતમાં યુરિયા ખાતરની કાળા બજારીના આરોપીઓની ધરપકડ
આ અગાઉ સુરતમાં ગુજરાત સરકાર દ્વારા સબસીડીથી મળતું નીમકોટેડ યુરિયા ખાતર (fertilizer)બારોબાર કાળા બજારથી (Black market) ઇન્ડસ્ટ્રીયલ ઉપયોગમાં વેચાણ કરતા 6 આરોપીની ઇકોસેલ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. બ્લેકમાં કાળા બાજરી કરતા પકડાયેલ આરોપીઓ સામે સુરત પોલીસે પહેલી વખત પી.બી.એમ એકટ હેઠળ દરખાસ્ત કરતાં જીલ્લા મેજીસ્ટ્રેટ ના હુકમ આધારે રાજ્યની અલગ અલગ જેલમાં મોકલી આપવામાં આવ્યા હતા.
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
