AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarati Video : સુરતમાં H3N2 ફ્લુનું સંક્રમણ સતત વધતાં ચિંતાનો માહોલ, શરદી-ઉધરસ રહેતી હોવાની દર્દીઓની ફરિયાદ, જુઓ Video

ફ્લૂને કારણે 30 દિવસ સુધી શરદી-ઉધરસ રહેતી હોવાની દર્દીઓની ફરિયાદ છે. ઋતુઓમાં ફેરફારને કારણે ફ્લૂના કેસોમાં સતત વધારો થઈ રહ્યો હોવાનું તબીબોનું તારણ છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 09, 2023 | 2:16 PM
Share

સુરતમાં H3N2 ફ્લુનું સંક્રમણ સતત વધી રહ્યું છે. H3N2 ફ્લૂના કહેરને કારણે સુરતની સિવિલ હોસ્પિટલમાં વાઇરલ ઇન્ફેક્શનના દૈનિક કેસોમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. કુલ દર્દીઓ પૈકી 10 ટકા જેટલા દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવાની પણ ફરજ પડી રહી છે. ફ્લૂને કારણે 30 દિવસ સુધી શરદી-ઉધરસ રહેતી હોવાની દર્દીઓની ફરિયાદ છે. ઋતુઓમાં ફેરફારને કારણે ફ્લૂના કેસોમાં સતત વધારો થઈ રહ્યો હોવાનું તબીબોનું તારણ છે.

આ પણ વાંચો :Gujarati Video : સુરતના પલસાણાના તાતીથૈયાની કદામવાળા મિલમાં લાગી ભીષણ આગ, જુઓ Video

જામનગર અને રાજકોટમાં પણ વાયરલ રોગચાળો વકર્યો

આ તરફ રાજકોટમાં બેવડી ઋતુના કારણે વાયરલ રોગચાળામાં વધારો નોંધાયો હતો. એક અઠવાડિયામાં વાયરલના 614 કેસ સામે આવ્યા હતા. ડેન્ગ્યુના બે, શરદી, ઉધરસ અને તાવ સહિતના 614થી વધુ કેસ સરકારી ચોપડે નોંધાયા હતા. મેલેરીયા અને ચીકન ગુનીયાનો કોઈ કેસ આવ્યો નથી. સાથે જ સિઝનલ રોગચાળાના દર્દીઓમાં વધારો થયો હતો.

જામનગરની જી.જી હોસ્પિટલમાં 200 બેડ પર 500 જેટલા બાળ દર્દીઓ સારવાર લેવા મજબૂર બન્યા હતાં. ત્યારે બાળકોના વોર્ડમાં ખાટલા ખૂટી પડ્યાં હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. જેથી એક ખાટલામાં એકથી વધુ અને કેટલાક વોર્ડમાં ખાટલા ન મળતા જમીન ઉપર પણ બાળકોને સારવાર આપવાની ફરજ ઊભી થઈ હતી. હોસ્પિટલના બાળ વિભાગે વધુ વોર્ડ અને સ્ટાફની માગ કરવામાં આવી હતી.

g clip-path="url(#clip0_868_265)">